For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમપીઃ વોટિંગમાં થતી ગરબડ અટકાવવા માટે પોલિસે બનાવ્યો ‘3 મિનિટ' નો પ્લાન

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન યોજાવાનું છે. એમપી પોલિસે ચૂંટણી માટે ખાસ 3 મિનિટ રિસ્પેન્સ પ્લાન તૈયાર કર્યો છે. જેમાં જનતાને તત્કાળ મદદ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન યોજાવાનું છે. ચૂંટણીના કારણે કોઈ પણ પ્રકારની અનહોનીને પહોંચી વળવા માટે મધ્ય પ્રદેશ પોલિસે તૈયારી કરી લીધી છે. એમપી પોલિસે ચૂંટણી માટે ખાસ 3 મિનિટ રિસ્પેન્સ પ્લાન તૈયાર કર્યો છે. જેમાં જનતાને તત્કાળ મદદ કરવામાં આવશે. આમાં રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ દૂર્ઘટનાની સૂચના મળતા જ પોલિસ 3 મિનિટની અંદર ઘટના સ્થળ પર પહોંચી જશે. મતદાન કેન્દ્રોની આસપીસ પણ પોલિસકર્મી હાજર રહેશે.

આ પણ વાંચોઃ VIDEO: જીતની ખુશીમાં તાજ પહેરતા પહેલા જ બેભાન થઈ મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલઆ પણ વાંચોઃ VIDEO: જીતની ખુશીમાં તાજ પહેરતા પહેલા જ બેભાન થઈ મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલ

3 મિનિટની અંદર પહોંચી જશે પોલિસ

3 મિનિટની અંદર પહોંચી જશે પોલિસ

વિધાનસભા ચૂંટણી માટે મધ્ય પ્રદેશ પોલિસ 3 મિનિટ રિસ્પોન્સ પ્લાન પર કામ કરશે. આમાં મતદાન કેન્દ્રોમાં કે તેની આસપાસ કોઈ પણ પ્રકારની દૂર્ઘટના થવા પર પોલિસ 3 મિનિટની અંદર ત્યાં પહોંચી જશે. આના માટે ત્યાં પોલિસ કર્માઓ અને મોબાઈલ વેન પણ તૈનાત કરવામાં આવશે. પોલિસ મોબાઈલ વેન અને મેજિસ્ટ્રેટ મોબાઈલ વેન કેન્દ્રના 100 મીટરના અંતરમાં રહેશે. એએસપી, સીએસપી, ક્યુઆરટી અને એફઆરબી મોબાઈલ વેન ચૂંટણીનું મોનિટરીંગ કરશે.

પેરામિલિટરી ફોર્સ પણ કરશે મોનિટરીંગ

પેરામિલિટરી ફોર્સ પણ કરશે મોનિટરીંગ

ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય તેના માટે પોલિસે દરેક પ્રકારની પૂરતી વ્યવસ્થા કરી છે. મતદાન કેન્દ્રોની આસપાસ જ્યાં લોકલ પોલિસ તૈનાત કરવામાં આવી છે ત્યાં પોલિંગ બુથમાં પેરામિલિટરી ફોર્સ સુરક્ષા આપશે. કોઈ પણ પ્રકારની અનહોની કે દૂર્ઘટનાના સમાચાર મળવા પર પોલિસ 3 મિનિટની અંદર ત્યાં પહોંચી જશે. પોલિસ મુખ્યાલયમાં અધિક ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે.

65000 મતદાન કેન્દ્રો પર થશે મતદાન

65000 મતદાન કેન્દ્રો પર થશે મતદાન

230 સીટોની વિધાનસભા માટે આ વખતે રાજ્યમાં 65 હજાર મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આમાંથી વધુ કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં છે. વળી, 10 હજાર મતદાન કેન્દ્ર સંવેદનશીલ છે. પોલિસે મતદાન માટે વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મધ્ય પ્રદેશ અને મિઝોરમમા કાલે મતદાન થશે જ્યારે રાજસ્થાન અને તેલંગાનામાં 7 ડિસેમ્બરે મતદાન યોજાશે.

આ પણ વાંચોઃ કલિંગ સેનાએ શાહરુખ ખાન સામેની ધમકી પાછી લઈ કહ્યુ આવો ઓડિશા, જાણો કેમઆ પણ વાંચોઃ કલિંગ સેનાએ શાહરુખ ખાન સામેની ધમકી પાછી લઈ કહ્યુ આવો ઓડિશા, જાણો કેમ

English summary
Madhya Pradesh Assembly Elections 2018: Police Made 3 Minute Response Plan For Voting Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X