For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MP: દિગ્વિજય સિંહ બોલ્યા- હવે ભાજપના કબ્જામાં માત્ર 4 ધારાસભ્યો

મધ્ય પ્રદેશમાં મોટી રાજકીય ઉઠખ પટક શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ 8 ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં મોટી રાજકીય ઉઠખ પટક શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ 8 ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે. આરોપ છે કે ભાજપે માનેસર સ્થિત હોટલમાં આ લોકોને બંધક બનાવી રાખ્યા છે. એટલું જ નહિ કમલનાથ સરકારે આરોપ લગાવ્યો કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદી રહી છે. જાણકારી મુજબ જે ધારાસભ્યોને બંધ બનાવવામાં આવ્યા તેમાંથી ચાર ધારાસભ્યો કમલનાથ સરકારને બહારથી સમર્થન આપી રહ્યા હતા જ્યારે એક ધારાસભ્ય કોંગ્રેસને પણ છે જે દિગ્વિજય સિંહના ગ્રુપનો જણાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર રાજકીય ઉઠકપટક મંગળવારે મોડી રાત સુધી ચાલી.

આજે પ્રેસ કોન્ફ્રેન્સ

આજે પ્રેસ કોન્ફ્રેન્સ

મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા જીતૂ પટવારી અને જયવર્ધન સિંહ ગુરુગ્રામના માનેસર સ્થિત આઈટીસી રિસોર્ટથી સસ્પેન્ડેડ બસપા ધારાસભ્ય રમાબાઈને ખુદ લેવા પહોંચ્યા હતા. આરોપ છે કે હોટલમાં મધ્ય પ્રદેશના 8 ધારાસભ્ય રોકાયા છે અને તેમને તેમની મરજી વિના હોટલમાં ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર મામલે જીતૂ પટવારીનું કહેવું છે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે, અમે પ્રેસ કોન્ફ્રેન્સ કરશું.

ભાજપ નેતા આપી રહ્યા છે પૈસા

ભાજપ નેતા આપી રહ્યા છે પૈસા

વળી, આ સમગ્ર મામલે દિગ્વિજય સિંહનુ કહેવુ છે કે ભાજપના રામપાલ સિંહ, નરોત્તમ મિશ્રા, અરવિંદ ભદોરિયા, સંજય પાઠક આ તમામ ધારાસભ્યોને પૈસા આપવા જઈ રહ્યા હતા. જો ત્યાં રેડ પડતી તો આ લોકો પકડાઈ જતા. અમને લાગે છે કે 10-11 ધારાસભ્ય હોટલમાં હાજર હતા પરંતુ તેમાંથી માત્ર 4 ધારાસભ્ય, જેમાં 3 કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય જ હવે તેમની સાથે છે. જલ્દી તે ધારાસભ્ય પણ અમારી પાસે આવી જશે. દિગ્વિજય સિંહે જણાવ્યુ કે જ્યારે અમને આ અંગેની માહિતી મળી કે જીતુ પટવરી અને જયવર્ધન સિંહ ત્યાં ગયા છે, અમે ધારાસભ્યોના સંપર્કમાં છે. જે ધારાસભ્યોનો અમે સંપર્ક કર્યો તે પાછા આવવા માટે તૈયાર છે. અમે બિસાહલાલ સિંહ અને રમાબીના સંપર્ક કરવામાં સફળ થયા. રમાબાઈ પાછા આવી ગયા છે. ભાજપે તેમને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તે પાછા આવી ગયા છે.

શિવરાજ સત્તાના ભૂખ્યા

શિવરાજ સત્તાના ભૂખ્યા

જીતુ પટવારીએ કહ્યુ કે શિવરાજ સિંહ સત્તાના ભૂખ્યા છે. તે પીઠ પાછળ ષડયંત્ર કરે છે પરંતુ તેમની ચાલ સફળ નહિ થાય. અમે સતત ધારાસભ્યોના સંપર્કમાં છે. વાસ્તવમાં દિગ્વિજય સિંહે મંગળવારે સવારે એક ટ્વિટ કર્યુ હતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે ભાજપના પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ રમાબાઈને ચાર્ટર્ડ પ્લેનથી દિલ્લી લઈને ગયા છે. ભાજપ કોંગ્રેસ, એસપી અને ભબસપાના ધારાસભ્યોને દિલ્લી લઈ જવાની કોશિશ કરી રહી છે. વળી, રમાબાઈના પતિ ગોવિંદ સિંહનુ કહેવુ છે કે રમાબી પોતાની દીકરીના ઈલાજ માટે દિલ્લી ગયા છે.

સરકારને ખતરો નહિઃ કમલનાથ

સરકારને ખતરો નહિઃ કમલનાથ

રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ કે ભાજપ ધારાસભ્યોની ખરીદફરોત કરવાની કોશિશ કરી રહી છે. જો કે કમલનાથે એ વાતનો ભરોસો વ્યક્ત કર્યો કે તેમની સરકારને કોઈ પણ પ્રકારનો ખતરો નથી માટે કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂર નથી. કમલનાથે કહ્યુ કે ધારાસભ્યોએ મને એ અંગેની માહિતી આપી છે કે તેમને ઘણા પૈસા આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. મે તેમને કહ્યુ કે જો મને મફતમાં આ પૈસા મળતા હોય તો લઈ લો. વળી, ભાજપ પ્રવકતા રજનીશ અગ્રવાલે કહ્યુ કે આ સમગ્ર ઘટનાક્રમથી અમારે કોઈ લેવાદેવા નથી. આ કોંગ્રેસનો આંતરિક કલેશ છે કે જે આગામી રાજ્યસભા ચૂંટણીના કારણે થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશઃ આંકડાઓમાં વિધાનસભાનું ગણિત, શું ભાજપ સરકાર બનાવી શકશે?આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશઃ આંકડાઓમાં વિધાનસભાનું ગણિત, શું ભાજપ સરકાર બનાવી શકશે?

English summary
Madhya Pradesh big political turmoil 8 mla's allegedly held by BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X