Madhya Pradesh Election : મધ્ય પ્રદેશમાં 3 વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન નોંધાયુ
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અહીં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાનને હવે થોડી કલાકો બાકી છે ત્યારે મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી રહી છે.
મધ્ય પ્રદેશમાં એક તરફ બીજેપી સરકાર બચાવવા માટે જોર લગાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ જીતેલા સ્ટેટને ફરીથી જીતીને સરકાર બનાવવા મેદાને ઉતરી છે.

અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશમાં મતદારો ઉત્સાહ દાવખી રહ્યા છે. આ જ કારણ છે કે ત્રણ વાગ્યા સુધીમાં 55 ટકા આસપાસ મતદાન નોંધાયુ છે અને હજુ બાકીની ત્રણ કલાક બાકી છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. અહીં શિવરાજ સિંહ સરકારથી ત્રસ્ત જનતા સરકાર બદલવાના મુડમાં દેખાઈ રહી છે. ઘણા ઓપિનિયન પોલમાં પણ આ વાતના સંકેત મળ્યા છે.
રાજ્યમાં કુલ 230 વિધાનસભા સીટો માટે મતદાન થઈ રહ્યું છે અને 2533 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મધ્ય પ્રદેશ ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે તમામ 5 રાજ્યોની ચૂંટણી સાથે આવશે.












Click it and Unblock the Notifications
