Madhya Pradesh Election : AAP ની ઉમેદવારનો ડાન્સ વીડિયો વાયરલ થતા વિવાદ, જાણો શું છે પુરી બબાલ?

મધ્ય પ્રદેશમાં ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકિય પાર્ટીઓ વચ્ચે વાર-પલટલાર ચાલી રહ્યા છે. આ વાર-પલટવાર વચ્ચે આમ આદમી પાર્ટીની ઉમેદવારનો ડાન્સ વીડિયોએ બબાલ સર્જી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચાહત પાંડેનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકો ટ્રોલ કરી રહ્યા છે. એક તરફ વીડિયોને લઈને ચાહત પાંડેની ટીકા થઈ રહી છે તો બીજી તરફ ઘણા લોકો સમર્થનમાં આવ્યા છે.

chahat pandey

આ વાયરલ વીડિયોને યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. યુઝરનું નામ જ દર્શાવે છે કે તે કોઈ પાર્ટીનો છે. ક્લિપના કેપ્શનમાં લખ્યું છે કે, આ ચાહત પાંડે છે જે મધ્યપ્રદેશથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેદવાર છે.

આ વીડિયો શેર કરાયા બાદ થોડી વારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહતનો વીડિયો 6 લાખ લોકોએ જોયો છે અને શેર કરી રહ્યા છે. ઘણા લોકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઉમેદવારને ઘણા લોકો ટીકા કરી રહ્યા છે તો ઘણા લોકો ચાહતના સમર્થનમાં સામે આવ્યા છે.

એક યુઝરે લખ્યુ કે, આ પોસ્ટ પરથી ખબર પડી છે કે તમે એક શાખાના વ્યક્તિ હોવા જોઈએ. ત્યાં મહિલાઓ માટે આવા જ વિચાર શીખવવામાં આવે છે... સારું... મને કહો, શું એક ડાન્સર એમએલએ કે એમપી ન બની શકે? જો નહીં તો તમારી જ પાર્ટીએ ઘણા લોકોની ટિકિટો રદ કરવી પડશે. અન્ય યુઝરે કહ્યું કે, આમાં ખોટું શું છે? શું ડાન્સ કરવો ગુનો છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X