Madhya Pradesh Election : આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, પુર્વ મંત્રીની બીજેપીમાં ઘર વાપસી
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને બીજેપીએ મોટો ઝટકો આપ્યો છે. બીજેપી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અખંડ પ્રતાપ સિંહ ફરીથી બીજેપીમાં પરત ફર્યા છે.
અખંડ પ્રતાપ સિંહે આજે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. નડ્ડાએ તેમને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.

અહીં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ વિષ્ણુદત્ત શર્મા, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય કાર્યાલય મંત્રી ડૉ. રાઘવેન્દ્ર શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
જણાવી દઈએ કે, અખંડ પ્રતાપ સિંહ થોડા મહિના પહેલા જ AAP પાર્ટીમાં જોડાયા હતા. અખંડ પ્રતાપ સિંહને બુંદેલખંડના શક્તિશાળી નેતા માનવામાં આવે છે. આ પહેલા તે કોંગ્રેસ, બસપા અને સપામાં પણ રહી ચૂક્યા છે. તે ત્રણ વખતના ધારાસભ્ય છે. આ સિવાય તે બે વખત રાજ્યમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
અખંડ પ્રતાપે જે રીતે પક્ષપલટો કર્યો તેના કારણે તેમની છબી હવે પક્ષપલટોની બની ગઈ છે. આથી જનતામાં તેમનો જનસમર્થન અગાઉ જેટલુ નથી. બીજેપી નેતાઓ અખંડ પ્રતાપના સમાવેશને બુંદેલખંડ પ્રદેશમાં પાર્ટીની તાકાત માની રહ્યા છે.












Click it and Unblock the Notifications
