Madhya Pradesh Exit Poll 2023: મધ્ય પ્રદેશમાં થઇ શકે છે કોંગ્રેસની વાપસી, આવા રહેશે ભાજપના હાલ
Madhya Pradesh Exit Poll 2023: તેલંગાણામાં મતદાન સમાપ્ત થયા બાદ હવે 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવી રહ્યા છે. ટીવી-9ના એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. જે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતી શકે છે.
એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને મધ્ય પ્રદેશમાં 111-121 બેઠકો મળી શકે છે. ભાજપને 106-116 બેઠકો મળી શકે છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. અહીં બહુમતનો આંકડો 116 છે. આ સંદર્ભમાં, મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર રચે તેવા સંકેતો છે.

પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ સર્વે મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે, તેવું જણાઇ રહ્યું છે. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં 230 બેઠકોમાંથી 111થી 121 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે, જ્યારે ભાજપને 106થી 116 બેઠકો મળી શકે છે.
જો બંને પક્ષોના વોટ શેરની વાત કરીએ, તો પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ સર્વે મુજબ કોંગ્રેસને ચૂંટણીમાં 45.6 ટકા વોટ મળવાની આશા છે, જ્યારે ભાજપને માત્ર 43.3 ટકા વોટ મળી શકે છે.












Click it and Unblock the Notifications
