For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમા ભારતી, દિગ્વિજય સિંહને સરકારી બંગલા ખાલી કરવા પડશે

યુપી પછી હવે મધ્યપ્રદેશમાં પણ પૂર્વ મુખ્યમંત્રીઓ ઘ્વારા સરકારી બંગલા ખાલી કરવા પડશે. હાઇકોર્ટ આદેશ પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલાની ફાળવણી રદ કરી દીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુપી પછી હવે મધ્યપ્રદેશમાં પણ પૂર્વ મુખ્યમંત્રીઓ ઘ્વારા સરકારી બંગલા ખાલી કરવા પડશે. હાઇકોર્ટ આદેશ પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલાની ફાળવણી રદ કરી દીધી છે. શિવરાજ સરકારના આ નિર્ણય પછી ઉમા ભારતી, દિગ્વિજય સિંહ, બાબુલાલ ગોર, અને કૈલાશ જોશીએ પોતાના બંગલા ખાલી કરવા પડશે. આપણે જણાવી દઈએ કે જબલપુર હાઇકોર્ટે મંગળવારે જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલાની ફાળવણી રદ કરવા માટે આદેશ આપ્યો હતો.

સુપ્રીમકોર્ટ જવા ઇચ્છતા હતા શિવરાજ સિંહ?

સુપ્રીમકોર્ટ જવા ઇચ્છતા હતા શિવરાજ સિંહ?

સૂત્રોના ઘ્વારા જાણવા મળ્યું છે કે હાઇકોર્ટના નિર્ણય પછી શિવરાજ સિંહ તેને પડકારવા માટે સુપ્રીમકોર્ટ જવા ઇચ્છતા હતા. પરંતુ વિધિ વિભાગ ઓફિસરો ઘ્વારા તેમને ઉત્તરપ્રદેશનું ઉદાહરણ આપીને તેમને આવું કરવાની સલાહ નહીં આપી. ત્યારપછી શિવરાજ સિંહ ઘ્વારા પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલાની ફાળવણી રદ કરી દેવામાં આવી. હાઇકોર્ટ આદેશ અનુસાર મધ્યપ્રદેશ સરકારે પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલા એક મહિનામાં ખાલી કરાવવાના છે.

ઉમા ભારતી અને દિગ્વિજય સિંહ

ઉમા ભારતી અને દિગ્વિજય સિંહ

હાઇકોર્ટ આદેશ પછી મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ સરકારી બંગલો ખાલી કરવાની તૈયારી શરુ કરી દીધી છે. જયારે દિગ્વિજય સિંહ પણ પોતાનો સરકારી બંગલો ખાલી કરવા પર સહમતી આપી ચુક્યા છે.

હાઇકોર્ટ ઘ્વારા નિયમ અસંવિધાનિક જણાવ્યો

હાઇકોર્ટ ઘ્વારા નિયમ અસંવિધાનિક જણાવ્યો

ધ્યાન આપવા જેવી બાબત છે કે જબલપુર હાઇકોર્ટમાં એક યાચિકા દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ નિયમ વિરુદ્ધ સરકારી બંગલામાં રહી રહ્યા છે. આ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે તેને અસંવિધાનિક ગણાવ્યું જેમાં પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી બંગલા અને સુવિધા આપવાની વ્યવસ્થા હતી. આ પહેલા સુપ્રીમકોર્ટ ઘ્વારા આ વર્ષે મેં મહિનામાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલા ખાલી કરવા માટે જણાવ્યું હતું.

English summary
Madhya Pradesh: Former CM To Vacant Government Bungalows, Shivraj Singh Chauhan Canceled Allocation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X