Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યપાલે કમલનાથને અલ્ટીમેટમ આપ્યું, કહ્યું- કાલે ફ્લોર ટેસ્ટ નહિ થયો તો...

રાજ્યપાલે કમલનાથને અલ્ટીમેટમ આપ્યું, કહ્યું- કાલે ફ્લોર ટેસ્ટ નહિ થયો તો...

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સોમવારે સ્પીકર દ્વારા ફ્લોર ટેસ્ટ ટાળવા અને 26 માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ રાજ્યપાલ લાલજી ટંડને કમલનાથ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ગવર્નરે 17 માર્ચે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. આની સાથે જ તેમણે કહ્યું કે જેઓ આવું નથી કરતા તો માનવામાં આવશે કે તેમની પાસે બહુમત નથી.

kamalanath

રાજ્યપાલ લાલજી ટંડન તરફથી જાહેર પત્રમાં કહેવામાં આવ્યું કે, મારું તમને આવેદન છે કે તમે સંવૈધાનિક અને લોકંત્રીય માન્યતાઓનું સન્માન કરતાં 17 માર્ચ 2020 સુધી મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવો અને તમારું બહુમત સિદ્ધ કરો, નહિતર એમ માનવામાં આવશે કે પ્રસ્તાવમાં તમને વિધાનસભામાં બહુમત નથી.

જણાવી દઈએ કે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજ્યપાલ લાલજી ટંડનને મળવા પહોંચ્યા. શિવરાજ સિંહ ચૌહાણે 106 ધારાસભ્યોને સમર્થન પત્ર પણ રાજ્યપાલને સોંપ્યો. સાથે જ રાજ્યપાલ લાલજી ટંડનને જલદીમાં જલદી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી.

અગાઉ સોમવારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવાના ફેસલા પર ભાજપની મધ્ય પ્રદેશ એકમે સુપ્રીમ કોર્ટનું વલણ અપનાવ્યું. મધ્ય પ્રદેશ ભાજપે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં માંગણી કરી કે રાજ્યપાલ લાલજી ટંડન તરફથી જાહેર નિર્દેશ મુજબ વિધાનસભા અધ્યક્ષને 12 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X