For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસ્કારી બાળકો પેદા કરો, નહીં તો નિ: સંતાન રહો: ભાજપા વિધાયક

મધ્યપ્રદેશ ગુના થી ભાજપા વિધાયક પન્નાલાલ શાક્ય ઘ્વારા મહિલાઓને જણાવવામાં આવ્યું કે તેઓ ફક્ત સંસ્કારી બાળકો જ પેદા કરે, જો તેઓ સંસ્કારી બાળકો પેદા નહીં કરી શકે તો તેઓ નિ: સંતાન જ રહે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ ગુના થી ભાજપા વિધાયક પન્નાલાલ શાક્ય ઘ્વારા મહિલાઓને જણાવવામાં આવ્યું કે તેઓ ફક્ત સંસ્કારી બાળકો જ પેદા કરે, જો તેઓ સંસ્કારી બાળકો પેદા નહીં કરી શકે તો તેઓ નિ: સંતાન જ રહે. વિધાયક ઘ્વારા એક કાર્યક્રમમાં મહિલાઓને સંબોધીને જણાવવામાં આવ્યું કે ખોટા સંસ્કાર વાળા બાળકો મોટા થઈને દેશની વિરુદ્ધ કામ કરે છે. એટલા માટે એવા બાળકો હોવાને બદલે નિ: સંતાન હોવું જ સારું છે. ભાજપા વિધાયક પન્નાલાલ શાક્ય ઘ્વારા બુધવારે મુખ્યમંત્રી જનકલ્યાણ યોજના દરમિયાન મહિલાઓ વિશે આ વાત કહી હતી.

કોંગ્રેસ શાશનમાં ખોટી નીતિઓ બનાવતા નેતા પેદા થયા

કોંગ્રેસ શાશનમાં ખોટી નીતિઓ બનાવતા નેતા પેદા થયા

ભાજપા વિધાયક ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ શાશનમાં ખોટી નીતિઓ બનાવતા નેતા પેદા થયા, જેમને ગરીબી હટાવવાનો મંત્ર આપ્યો. ગરીબી હટાવોના નારા વિશે તેમને જણાવ્યું કે ગરીબી તો હટી નહીં પરંતુ ગરીબી હટી ગયા છે. આ નેતાઓને એક મહિલાએ જ જન્મ આપ્યો હતો. આવી પરિસ્થિતિમાં મહિલાઓ સારા સંસ્કાર વાળા જ બાળકો પેદા કરે.

સંસ્કાર વિનાના બાળકો કરતા નિ: સંતાન રહેવું સારું

સંસ્કાર વિનાના બાળકો કરતા નિ: સંતાન રહેવું સારું

ભાજપા વિધાયક ઘ્વારા જણાવવામાં આવ્યું કે માતા અને બહેનો આવા બાળકોને જન્મ ના આપે જે સમાજ માં વિકૃતિ અને દુર્ગુણ વધારે. તેના કરતા સારું કે તેઓ નિ: સંતાન રહે. પાર્ટી ઘ્વારા આ નિવેદનને તેમને વ્યક્તિગત નિવેદન ગણાવવામાં આવ્યું છે.

પહેલા પણ મહિલાઓને સલાહ આપી ચુક્યા છે

પહેલા પણ મહિલાઓને સલાહ આપી ચુક્યા છે

ભાજપા વિધાયક પન્નાલાલ શાક્ય આ પહેલા પણ મહિલાઓને સલાહ આપી ચુક્યા છે. થોડા સમય પહેલા તેમને યુવતીઓને બોયફ્રેન્ડ નહીં બનાવવા માટે સલાહ આપી હતી. તેમને કહ્યું હતું કે છોકરીઓ છોકરાઓ સાથે દોસ્તી કરવાનું બંધ કરે તો તેમના પર થતા અત્યાચાર બંધ થઇ જશે.

English summary
madhya pradesh Guna BJP MLA Pannalal Shakya to women Remain infertile but do not produce unsanskari kids
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X