ભોપાલમાં 'કેટરીના'નું મોત...!

વન વિભાગના તબીબોએ જણાવ્યું હતું કે કેટરીના પ્રોટોજોઓન ઇન્ફેક્શનથી પીડિત હતી, જેના કારણે તેનું લીવર અને કિડની કામ કરતું બંધ થઇ ગયું હતું. વનવિભાગના સિનિયર ડોક્ટરો દ્વારા કેટરીનાની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેઓ તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કેટરીનાના મૃતદેહને પોસ્ટમોર્ટન માટે મોકલવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષની કેટરીનાને આષ્ટા વનમાંથી ભોપાલ લાવવામાં આવી હતી. ત્યારે તેની ઉંમર છ માસની હતી. ડોક્ટરોએ જણાવ્યું કે છેલ્લા કેટલાંક દિવસોથી તેઓ કેટરીનાને ગ્લૂકોઝ સલાઇન આપતા હતા કારણ કે તે કંઇપણ ખાતી હતી તેની ઉલટી કરી નાખતી હતી. ડોક્ટરો સહિત વનવિભાગ પણ આ અંગે ચિંતામાં હતું કારણ કે કેટરીના મા બનવાની હતી.












Click it and Unblock the Notifications
