For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ગભરાયેલ કોંગ્રેસ મોવડી મંડળે હાઈઅલર્ટ જાહેર કર્યું

મધ્ય પ્રદેશઃ ચૂંટણી પહેલા ગભરાયું કોંગ્રેસ, હાઈઅલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય હંગામો તેજ થઈ રહ્યો છે. પછી સત્તાધારી ભાજપ હોય કે પછી કોંગ્રેસ, બંને પાર્ટી જોરદાર ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. જો કે પાછલા 15 વર્ષથી મધ્ય પ્રદેશની સત્તાથી દૂર કોંગ્રેસે આ વખતે ચૂંટણી પ્રચારની અંતિમ ક્ષણે ખાસ રણનીતિ બદલવાની તૈયારી કરી લીધી છે. પ્રચારના આખરી તબક્કામાં કોઈ ગેમ ન રમાય જાય તેના માટે કોંગ્રેસ મોવડી મંડળ ચિંતિત છે. આ કારણે કોંગ્રેસે પાર્ટીના રાજ્ય એકમને હાઈઅલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશમાં સોમવાર સાંજેથી ચૂંટણી પ્રચાર થમી ગયો છે.

કોંગ્રેસ મોવડી મંડળે રણનીતિ બનાવી

કોંગ્રેસ મોવડી મંડળે રણનીતિ બનાવી

કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશમાં 26 નવેમ્બરે ચૂંટણી પ્રચાર થમી જશે, બધા પોતાના મતદાન ક્ષેત્રમાં લોકોનો સતત સંપર્ક બનાવી રાખે, આની સાથે જ ચૂંટણીને લઈને રણનૈતિક રૂપે તૈયારી વધુ મજબૂત બનાવવામાં આવી છે. સાથે જ હાઈકમાને પાર્ટીના બૂથ પ્રબંધનને લઈને પણ ખાસ તકેદારી રાખવા કહ્યું છે.

ચૂંટણી પ્રચાર થમ્યા બાદ પણ કાર્યકર્તા અને પાર્ટી નેતા સક્રિય રહે

ચૂંટણી પ્રચાર થમ્યા બાદ પણ કાર્યકર્તા અને પાર્ટી નેતા સક્રિય રહે

સૂત્રો મુજબ કોંગ્રેસ હાઈકમાને સૂચના આપી છે કે મધ્ય પ્રદેશમાં ચૂંટણીની ઠીક પહેલા ત્રણ દિવસ પાર્ટીની મુશ્કેલી વધી શકે છે. આવું એટલા માટે કેમ કે ભાજપ તેજીથી એમના ક્ષેત્રમાં સક્રિયા થઈ ગયું છે જ્યાં કોંગ્રેસની સંભાવના વધુ સારી નજર આવી રહી છે. આ હિસાબે કોંગ્રેસ મોવડી મંડળે એમપી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને કહ્યું કે તેઓ મતદાનની સવાર સુધી રણનીતિની તૈયારીમાં ઢીલાશ ન બતાવે.

ભાજપની ચૂંટણી લક્ષી રણનીતિથી ડરી કોંગ્રેસ પ્લાન બદલ્યો

ભાજપની ચૂંટણી લક્ષી રણનીતિથી ડરી કોંગ્રેસ પ્લાન બદલ્યો

કોંગ્રેસના આલાકમાન રાહુલ ગાંધીને લાગી રહ્યું છે કે જેવી રીતે ભાજપના રણનીતિકારો મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રચારના અંતિમ સમયે પૂરી તાકાત લગાવી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે, આનાથી ક્યાંક કોંગ્રેસને નુકસાન ન થાય. આ કારણે જ પાર્ટીના નેતાઓને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આની પાછળ એ પણ કારણ છે કે ભાજપ દરેક સીટ પર પોતાની ચૂંટણીની તૈયારીને મહત્વની બનાવવા માટે સાધન-સંશાધનનો પૂરો ઉપયોગ કરી રહ્યું છે.

28મી નવેમ્બરે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી

28મી નવેમ્બરે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી

રાહુલ ગાંધીના નજીકના સૂત્રએ જાણકારી આપી કે ભાજપ ચૂંટણી સમયે ખાસ પ્લાનિંગ કરી રહ્યું છે. કોંગ્રેસ સૂત્રો તરફથી મળી રહેલ ફીડબેક દ્વારા જ પાર્ટીને લાગી રહ્યું છે કે ચૂંટણીની ઠીક પહેલા કોઈ રમત ન રમાય જાય. માટે પાર્ટીએ પ્રદેશ પાર્ટીના નેતાઓને ખાસ નિર્દેશ જાહેર કર્યો છે.

સુનીલ અરોડાને બનાવવામાં આવ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર, 2 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશેસુનીલ અરોડાને બનાવવામાં આવ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર, 2 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે

English summary
Madhya Pradesh: In Last round of election Congress sends an 'Alert' for MP Congress leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X