For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશના બાળકો પુસ્તકોમાં ભણશે 'મોદીની કહાણી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 27 મે: નરેન્દ્ર મોદીએ પોતાના દમ પર ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીત અપાવી. નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વમા6 એનડીએની સરકાર બનાવી અને પોતે દેશના 15મા વડાપ્રધાન બની ગયા. બાળપણમાં ગરીબીનું જીવન જીવનાર નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન છે. સ્ટેશન પર ચા વેચીને પોતાનું જીવન ગુજારનાર નરેન્દ્ર મોદી આજે બધા માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. નરેન્દ્ર મોદીના જીવનમાં આ સંઘર્ષથી પ્રેરિત થઇને મધ્ય પ્રદેશ સરકારે તેમનું સન્માન વધારવાનો પ્રયત્ન કર્યો છે.

નરેન્દ્ર મોદીએ દેશના ઇતિહાસમાં તો દાખલ કરાવી લીધું છે પરંતુ હવે મધ્ય પ્રદેશ સરકારે આ નિર્ણય કર્યો છે કે સ્કૂલોમાં નરેન્દ્ર મોદીની જીવની ભણાવવામાં આવશે. મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રીના અનુસાર નરેન્દ્ર મોદીની જીવની બાળકો માટે એક મોટી પ્રેરણાસ્ત્રોત હશે. પ્રદેશના સ્કુલ શિક્ષણ મંત્રી પારસ જૈનના અનુસાર નરેન્દ્ર મોદીના જીવન વૃતાંત પાઠ્યક્રમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

modi1

મંત્રીના અનુસાર જો મોદીની જીવની પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવે છે તો નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત પાઠ ત્રણથી છ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાનમાં આ પ્રસ્તાવના સ્તર પર છે અને રાજ્ય સરકાર આના પર ગંભીરતાથી વિચાર કરશે.

English summary
Madhya Pradesh is considering teaching the biography of PM of india Narendra Modi in schools.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X