MP સંકટ પર SCમાં સુનાવણી ચાલુ, કોંગ્રેસે કહ્યુ રાજ્યપાલ કેવી રીતે કહી શકે અમારી પાસે બહુમત નથી
મધ્ય પ્રદેશ સંકટ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન કોર્ટમાં કોંગ્રેસ અને ભાજપના વકીલો વચ્ચે દલીલ જોવા મળી.
મધ્ય પ્રદેશ સંકટ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન કોર્ટમાં કોંગ્રેસ અને ભાજપના વકીલો વચ્ચે દલીલ જોવા મળી. કોંગ્રેસ તરફથી હાજર થયેલા વકીલ દુષ્યંત દવેએ કહ્યુ કે આજે એક વિચિત્ર જેવી સ્થિતિ છે, મધ્ય પ્રદેશની જનતાએ કોંગ્રેસ પર ભરોસો વ્યક્ત કર્યો અને સૌથી મોટી પાર્ટીએ એ દિવસે વિશ્વાસનો મત જીત્યો હતો. તેમણે રાજ્યપાલના આદેશ પર સવાલ ઉઠાવીને કહ્યુ કે રાજ્યપાલ કેવી રીતે કહી શકે કે અમારી પાસે બહુમત નથી જ્યારે ફ્લોર ટેસ્ટ થયો જ નથી. કોંગ્રેસ તરફથી દુષ્યંત દવે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીને કહ્યુ કે સ્પીકરે જોવાનુ છે કે ધારાસભ્યોના રાજીનામા સ્વૈચ્છિક છે કે નહિ. કોંગ્રેસના વકીલે કહ્યુ કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો જે આદેશ આપ્યો છે તે ગેરબંધારણીય છે. તેમણે આ કેસને બંધારણીય પીઠ પાસે મોકલવાની માંગ કરી. સાથે જ દિગ્વિજય સિંહે બેંગલુરુમાં કસ્ટડીમાં લેવાનો મામલો પણ ઉઠાવ્યો.

દુષ્યંત દવેએ કહ્યુ કે આજે સવારે દિગ્વિજય સિંહ ત્યાં ગયા તો તેમને કસ્ટડીમાં લીધા. તેમણે કહ્યુ કે દુનિયા માનવાતાના સૌથી મોટા સંકટ કોરોના વાયરસ સામે લડી રહી છે, શું આ સમયે ફ્લોર ટેસ્ટ કરવો જરૂરી છે. કોંગ્રેસના વકીલે કહ્યુ કે સ્પીકર સંસદના માસ્ટર છે જ્યારે રાજ્યપાલ સ્પીકરને નજરઅંદાજ કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે 16 બાગી ધારાસભ્ય હજુ પણ બેંગલુરુમાં છે અને તે પાછા નથી આવ્યા.
કોંગ્રેસની દલીલો પર જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે જ્યારે સ્પીકરે 6 લોકોનુ રાજીનામુ સ્વીકાર્યુ તો શું તેમણે બધા 22 ધારાસભ્યો પર પોતાના વિવેકનો ઉપયોગ કર્યો, આના પર કોંગ્રેસના વકીલે કહ્યુ કે મૂળભૂત સવાલ એ છે કે રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે કેવા નિર્દેશ આપી શકે છે. દુષ્યંત દવેએ કહ્યુ કે રાજીનામા પર નિર્ણય લેવા માટે રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના 22 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધુ છુ અને તે હાલમાં બેંગલુરુમાં છે.












Click it and Unblock the Notifications
