મદ્રાસ કૈફેની એક્ટ્રેસે લગાવ્યો લોકોને કરોડોનો ચૂનો
મદ્રાસ કૈફે અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં રોલ કરી પ્રસિદ્ધ પામનાર એક્ટ્રેસ લીનાને પોલિસે તેના ફાર્મ હાઉસ પરથી પકડી પાડી છે. લીના પર ઢગાઇ અને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવાનો આરોપ છે.
એટલું જ નહીં પોલિસ લીનાને "લેડી નટવરલાલ" ગણાવી રહી છે કારણ કે લીના છે ખૂબસૂરત ચેહરા અને ખતરનાક મગજની રાણી. તેણે અને તેના બોયફ્રેન્ડ ચંદ્રશેખરે મળીને રાષ્ટ્રિય બેંકોથી લઇને અનેક લોકોને ચૂનો લગાવી ચૂકી છે.
ત્યારે કેવી રીતે ચાર વર્ષમાં લીના અને તેનો બોયફેન્ડ કરોડો રૂપિયાના માલિક બની ગયા તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

બે વર્ષ પહેલા ધરપકડ
લીના મારિયાની વર્ષ 2013માં મે મહિનામાં ધરપકડ કરવામાં આવી. પોલિસે દિલ્હીના એક ફોર્મ હાઉસમાંથી તેની ધરપડક કરી. તે વખતે લીનાનો લીવ ઇન પાટનર ચંદ્રશેખર પોલિસને ચકમો આપી ફરાર થઇ ગયો.

લગ્ઝરી કાર
જે વખતે લીનાને ફાર્મહાઉસથી પકડવામાં આવી તે વખતે તે ફાર્મ હાઉસમાં નવ આલીશાન ગાડીઓ ઊભી હતી. ફૈંટમ, ઓડી, બીએમડબલ્યૂ, રેંજ રોવર જેવી ગાડીઓ લીનાને ઠગાઇનો કમાલ હતો. વધુમાં ઘરની તપાસમાં 137 મોંધી ધડિયાલો પણ જપ્ત કરવામાં આવી.

ફિલ્મો
લીના કેટલીક મલીયાલમ ફિલ્મામાં પણ કામ કરી ચૂકી છે. જેમાં મોહનલાલની રેડ ચિલિઝ પણ છે. વધુમાં મમટૂની કોબારામાં પણ અમુક દ્રશ્યમાં તે દેખાઇ હતી.

મદ્રાસ કૈફે
લીના મારિયા પોલ જ્યારે મદ્રાસ કૈફેમાં કામ કર્યું ત્યારે તેનું નામ ચર્ચામાં આવ્યું.












Click it and Unblock the Notifications
