For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chennai Rains: પૂર માટે મદ્રાસ હાઈકોર્ટે ચેન્નઈ નગર નિગમને ઝાટક્યુ, પૂછ્યુ - 6 વર્ષમાં શું કર્યુ?

મદ્રાસ ઉચ્ચ ન્યાયલયે વર્તમાન સ્થિતિને નિયંત્રણમાં ન લાવવા પર ચેન્નઈ નગર નિગમને ઝાટક્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ ભારતના દક્ષિણ રાજ્ય તમિલનાડુમાં વરસાદે પોતાનો કહેર વરસાવવાનુ ચાલુ રાખ્યુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે જેના કારણે અત્યાર સુધી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાથે જ 70થી વધુ ઘરોને મોટુ નુકશાન થયુ છે. રાજધાની ચેન્નઈથી લઈને રામેશ્વરમમાં સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રામેશ્વરમ, મદૂરાઈમાં ભારે વરસાદ છે. ચેન્નઆની સ્થિતિ એવી છે કે શહેરોના રસ્તા અને ગલીઓમાં ભારે પાણી જમા થઈ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયુ જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્ત-વ્યસ્ત જોવા મળી રહ્યુ છે. વળી, હવે મદ્રાસ ઉચ્ચ ન્યાયલયે વર્તમાન સ્થિતિને નિયંત્રણમાં ન લાવવા પર ચેન્નઈ નગર નિગમને ઝાટક્યુ છે.

chennai

મદ્રાસ હાઈકોર્ટે વરસાદ દરમિયાન શહેરમાં પૂરને રોકવા માટે પૂરતા ઉપાય કરવામાં નિષ્ફળ રહેવા માટે ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશનને ઝાટક્યુ છે. અદાલતે આશ્વર્ચ સાથે જણાવ્યુ કે 2015ના વિનાશકારી પૂર બાદ છેલ્લા છ વર્ષોથી અધિકારીઓ શું કરી રહ્યા હતા? અને વર્તમાન સ્થિતિને કાબુમાં ન લાવવા પર સ્વતઃ સંજ્ઞાન લેવાની ચેતવણી આપી.

ચેન્નઈ અને ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાઓના ઘણા ઉપનગરોમાં શનિવારે ભારે વરસાદ થયો છે જ્યાં હાલના વર્ષોમાં સૌથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મોટાભાગના રસ્તાઓ અને ઉપનગરોમાં પાણી ભરાઈ ગયા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ વિજળીનો પુરવઠો રોકી દેવામાં આવ્યો છે.

માહિતી મુજબ તમિલનાડુમાં વરસાદની ઘટનાઓમાં 5 લોકોના મોત થઈ ગયા છે અને 260થી વધુ ઝૂંપડીઓ અને 70 ઘરને નુકશાન થયુ છે. આ તરફ ચેન્નઈ અને તેના પડોશી જિલ્લાઓમાં હજુ વધુ દિવસો સુધી તેજ વરસાદ થવાની સંભાવના છે અને રાજ્યના અમુક ભાગોમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, વરસાદના કારણે 12 જિલ્લાઓની સ્કૂલો અને કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

English summary
Madras High Court reprimands Chennai Municipal Corporation for failing to prevent floods during rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X