For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચક્રવાત મહાના કારણે રાજસ્થાનના આ 12 જિલ્લામાં ભારે વરસાદ અને તબાહીની આશંકા

ચક્રવાત મહાના કારણે રાજસ્થાનના આ 12 જિલ્લામાં ભારે વરસાદ અને તબાહીની આશંકા

|
Google Oneindia Gujarati News

જયપુરઃ અરબ સાગરથી ઉઠેલ ચક્રવાતી તોફાન 'મહા'ની સૌથી વધુ અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે પરંતુ રાજસ્થાન પણ તેની લપેટમાં આવી જશે. હવામાન વિભાગે મહા વાવાઝોડાને જોતાં રાજસ્થાન માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી દીધું છે. પ્રદેશના 12 જિલ્લા વાવાઝોડાથી પ્રબાવિત થવાની આશંકા છે. જેમાં ભારે વરસાદ અને તબાહીની આશંકા છે.

વાવાઝોડાની આગાહી

વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગે જયપુરના નિદેશક શિવગણેશ મુજબ 6 નેમ્બરની અડધી રાતે અને 7 નવેમ્બરની સવારે એકથી પાંચ વાગ્યા સુધી સાઈક્લોન મહા ગુજરાતના સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ટકરાશે. જે તરત બાદ રાજસ્થાનના કોટા, ઉદયપુર અને અજમેર સંભાગમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

આ જિલ્લા પ્રભાવિત થઈ શકે

આ જિલ્લા પ્રભાવિત થઈ શકે

ચક્રવાતી તોફાન મહાની સીધી અસર સૌરાષ્ટ્ર અને તેની આજુબાજુના વિસ્તારો પર પડશે. સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ટકરાયા બાદ વાવાઝોડું મહા ત્યાં જ ખતમથઈ જશે, પરંતુ તે બાદ બનનાર મોસમને કારણે રાજસ્થાનના ભીલવાડા, કોટા, બૂંદી, ઝાલાવાડ, બારાં અને ઉદયપુર, પ્રતાપગઢ, સિરોહી, બાંસવાડા, રાજસમંદ, ચિતૌડગઢ, ડૂંગરપુરમાં ભારે વરસાદ થવાની આશંકા છે.

પશ્ચિમી વિક્ષોભથી પણ ભારે વરસાદ

પશ્ચિમી વિક્ષોભથી પણ ભારે વરસાદ

હવામાન વિભાગ જયપુરના ડાયરેક્ટર શિવગણેશ મુજબ 6-7 નવેમ્બરે રાજસ્થાનમાં ચક્રવાતી તોફાન મહાની સાથે પશ્ચિમ વિક્ષોભની અસર પણ જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષોભને કારણે રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

જાણો, શું છે ચક્રવાતી તોફાન મહા

જાણો, શું છે ચક્રવાતી તોફાન મહા

પૂર્વ-મધ્ય અરબ સાગરની ઉપર સક્રિય ભીષણ ચક્રવાતી તોફાનને મહા નામ આપવામાં આવ્યું છે. આ ગુજરાતના તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જેની સૌથી વધુ અસર દ્વારકા અને દીવની વચ્ચે આવેલ વિસ્તારોમાં પડશે, જ્યાં 100થી 120 પ્રતિ કલાકની ગતિએ હવા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડાંથી સૌરાષ્ટ્રના તટીય જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના પ્રભાવથી સામાન્ય વરસાદ થશે અને સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠી શકે છે.

દુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધદુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધ

English summary
Maha Cyclone: IMD's alert in 12 district of rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X