
મોડી રાતે મહાવિકાસ અઘાડી નેતાઓ રાજ્યપાલને મળ્યા, શપથની નવી તારીખ આવી સામે
શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન મહા વિકાસ અઘાડી તરફથી મુખ્યમંત્રી પદ માટે નામિત ઉદ્ધવ ઠાકરે મંગળવારે રાતે રાજભવન પહોંચ્યા અને મહારાષ્ટ્રમા સરકાર બનાવા માટ દાવો રજૂ કર્યો. શિવસેનાના એક નેતાએ જણાવ્યુ કે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્ય દળોના નેતા પણ હતા. તેમણે જણાવ્યુ, 'અમે રાજ્યપાલ સામે સરકાર રચનાના દાવા માટે એક સંયુક્ત નિવેદન રજૂ કરી રહ્યા છે. અમે જરૂરી પ્રક્રિયા હેઠળ ત્રણે દળોના બધા ધારાસભ્યોના સમર્થનુ પ્રમાણ પણ રાજ્યપાલને રજૂ કરીશુ.'
તમને જણાવી દઈએ કે આ પહેલા શપથગ્રહણ 1 ડિસેમ્બરે મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 5 વાગે થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાત શપથગ્રહણની નવી તારીખની ઘોષણા કરવામાં આવી. મહા વિકાસ અઘાડી સરકારના સીએમ ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ હવે 28 નવેમ્બરના રોજ સાંજે 6.40 વાગે થશે. કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે કહ્યુ, અત્યારે માત્ર ઉદ્ધવ ઠાકરેના સીએમ પદનો શપથગ્રહણ થશે. બાકીના મંત્રીઓ વિશે અત્યારે કોઈ નિર્ણય થયો નથી અને તેમના વિભાગો વિશે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Mumbai: 'Maha Vikas Aghadi' MLAs and leaders submitted letter to Governor Bhagat Singh Koshyari declaring Shiv Sena Chief Udhhav Thackeray as their leader. #Maharashtra pic.twitter.com/twlMVGYAiB
— ANI (@ANI) 26 November 2019
તમને જણાવી દઈએ કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ મંગળવારે મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ અને અમુક નાના દળોની સંયુક્ત બેઠકમાં મહા વિકાસ અઘાડીની ઔપચારિક રીતે રચના થઈ. ઉદ્ધવ ઠાકરેને નવગઠિત મહા વિકાસ અઘાડીના નેતા ચૂંટવામાં આવ્યા. પહેલી વાર ઠાકરે પરિવામાંથી કોઈ મુખ્યમંત્રી બનશે. અત્યાર સુધી ઠાકરે પરિવાર પોતાને ચૂંટણીથી દૂર રાખતો આવ્યો હતો પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પરિવારે આ પરંપરાને તોડીને આદિત્ય ઠાકરેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
Maharashtra Governor Bhagat Singh Koshyari writes to Uddhav Thackeray stating,"as requested today orally,the oath of office&secrecy would be administered to you on Thursday, 28 November at 1840 hours at Shivaji Park, Dadar, Mumbai." pic.twitter.com/ZbdA7qSkUW
— ANI (@ANI) 26 November 2019
મહાવિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ પાસ થયા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે રાજ્યમાં બદલાવની જરૂર હતી. બાલાસાહબે ઠાકરેનો ઉલ્લેખ કરતા શરદ પવારે કહ્યુ કે તે ઘણા હાજર જવાબી હતા. જો આજે તે હોત તો બહુ વધુ ખુશ હોત. મહા વિકાસ અઘાડીના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ એનસીપી ચીફ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો ખાસ આભાર વ્યક્ત કર્યો.
આ પણ વાંચોઃ શરદ પવારઃ રાજ્યમાં બદલાવની જરૂર હતી, ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે લેશે શપથ