Mahakumbh 2025: મહાકુંભની તૈયારીમાં લાગી યોગી સરકાર, જાણો તેમાં શું હશે ખાસ
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં ભવ્ય 'ડિજિટલ કુંભ મ્યુઝિયમ' માટે મંજૂરી આપી શકે છે.
આ ડિજિટલ કુંભ મ્યુઝિયમ માત્ર ભારતના સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને જ પ્રદર્શિત નહિ કરે પરંતુ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પણ પ્રકાશિત કરશે. આ ડિજિટલ કુંભ મ્યુઝિયમ 60 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

આ ડિજિટલ કુંભ મ્યુઝિયમ ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગ દ્વારા એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે અહીં આવનારા મુલાકાતીઓ માટે તે જીવનભરનો અનુભવ બની રહેશે. તેની દરખાસ્ત થોડા અઠવાડિયા પહેલા લખનઉમાં મુખ્ય સચિવ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ડિજિટલ કુંભ મ્યુઝિયમની બ્લૂપ્રિન્ટ મુજબ, તે તેના સમયના સૌથી "અત્યાધુનિક" મ્યુઝિયમોમાંનું એક હશે અને સેન્ટ્રલ, હીટિંગ, વેન્ટીલેશન અને એરકંડીશનિંગ (HVAC) જેવી સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ઓડિયો-વીડિયો રૂમ અને આધુનિક સુવિધાઓ પણ હશે.
ન્યૂઝ18 મુજબ, રાજ્યના પર્યટન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે "તેમાં આધ્યાત્મિક અને કુંભ મેળાના વ્યાખ્યા ગેલેરી, સમુદ્ર મંથન ગેલેરી અને અખાડા ગેલેરી સહિત આધ્યાત્મિક થીમ સાથેની વિવિધ ગેલેરીઓનો પણ સમાવેશ કરવામાં આવશે."
આ ઉપરાંત મ્યુઝિયમમાં ફૂડ પ્લાઝા અને સોવેનિયર શોપ જેવી સુવિધાઓ પણ હશે. આથી મુલાકાતીઓને કુંભ મેળા સંબંધિત સાહિત્ય અને ઉત્પાદનો ખરીદવા અથવા ડાઉનલોડ કરવાની મંજૂરી મળે છે.
આ ઉપરાંત તેમાં સાંસ્કૃતિક હાટ (અક્ષયવટ), થિયેટર (અમૃત કલશ) અને ગેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ પણ હશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ત્રણ નદીઓ (ગંગા, યમુના અને સરસ્વતી) એનિમેટેડ ફ્રેકટલ ભૂમિતિ અને સ્થિર ગ્રાફિક્સના આધારે ત્રણ અલગ-અલગ રંગોનો ઉપયોગ કરીને બતાવવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રયાગરાજનો એક ઇન્ટરેક્ટિવ નકશો પણ હશે જે ગેલેરીમાં મોટી સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે, જેને સ્પર્શની ક્રિયા દ્વારા શોધી શકાય છે. અહીં પ્રયાગરાજના ઈતિહાસની સાથે આધુનિક શહેર વિશે પણ માહિતી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
