For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકુંભના મોટા આંકડા : 55 દિવસ માટે ખર્ચ 200 કરોડ, બિઝનેસ 12,000 કરોડ

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 13 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં 12 વર્ષ પછી ફરી એકવાર કુંભ મેળો યોજાઇ રહ્યો છે. 14 જાન્યુઆરી, 2013થી 55 દિવસ માટે આ મહા મેળો યોજાશે. માનવામાં આવે છે કે અલ્હાબાદનો કુંભ મેળો દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન અથવા ધાર્મિક મેળો છે. આ વર્ષના મહાકુંભ માટે ધારણા કરવામાં આવી છે કે 55 દિવસોમાં અંદાજે 10 કરોડ લોકો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થશે.

kumbh-mela

વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન માટે રાજ્ય સરકારે જોરશોરથી તૈયારીઓ કરી છે. આ સાથે ઉત્તર પ્રદેશની ધારણા છે કે મહાકુંભના આયોજનથી રોજગારીની વધારાની તકો ઉભી થશે. એરલાઇન્સ, હોટેલ્સ, ધાર્મિક અને ઇકો ટુરિઝમ, મેડિકલ વગેરે ક્ષેત્રોમાં 6 લાખથી વધારે લોકોને રોજગારી મળશે. આ 55 દિવસના મહા આયોજન પાછે સરકારે અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચો કર્યો છે. જો કે તેનાથી અંદાજે રૂપિયા 12,000 કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે.

મહાકુંભના આરંભની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે આવો જાણીએ વર્ષ 2001માં યોજાયેલા મહાકુંભની સરખામણીએ વર્ષ 2013માં યોજાનારા મહાકુંભમાં કેટલો ફેર છે...

વિષય

કુંભ 2001

કુંભ 2013

કેટલા દિવસ

44 દિવસ

55 દિવસ

દેશની આબાદી

102.87 કરોડ

21.02 કરોડ (2011)

રાજ્યની આબાદી

16.61 કરોડ

19.96 કરોડ (2011)

અલ્હાબાદ

9.75 લાખ

12.47 લાખ (2011)

મહાકુંભમાં તીર્થયાત્રીઓ : 2001ની તુલનાએ 2013(અંદાજિત)

સ્નાનનો દિવસ

તારીખ

તીર્થયાત્રી

તારીખ

તીર્થયાત્રી

1

મકર સંક્રાંતિ

14.1.2001

100 લાખ

14.1.2013

110 લાખ

2

પૌષ પૂર્ણિમા

09.1.2001

50 લાખ

27.1.2013

55 લાખ

3

મૌની અમાસ

24.1.2001

276 લાખ

10.2.2013

305 લાખ

4

વસંત પંચમી

29.1.2001

175 લાખ

15.2.2013

193 લાખ

5

માઘી પૂર્ણિમા

08.2.2001

150 લાખ

25.2.2013

165 લાખ

6

મહા શિવરાત્રિ

21.2.2001

50 લાખ

10.3.2013

55 લાખ

કુંભ મેળો 2013ના કેટલાક રસપ્રદ આંકડા

બજેટ

200 કરોડ રૂપિયા

ક્ષેત્ર/વિસ્તાર

2802.184 એકર

પોલીસ કર્મચારીઓ

30,000

અર્ધસૈનિક અને પીએસી

72 કંપનીઓ

પોલીસ સ્ટેશન

30

આફત નિયંત્રણ દળ

બે કંપનીઓ

ડૉક્ટર્સ

222

પેરા મેડિકલ

270

એમ્બ્યુલન્સ

120

CCTV કેમેરા

120

ફાયર બ્રિગેડ સ્ટાફ

600

સેન્ટ્રલ કન્ટ્રોલ રૂં

એક

વીજળીની લાઇન

770 કિલોમીટર

કુંભ મેળા 2013માં સ્વાસ્થ્ય, સફાઇ અને આવાગમન માટે વ્યવસ્થા

એલોપેથિક હોસ્પિટલ્સ

14

હોમિયોપેથિક હોસ્પિટલ્સ

12

આયુર્વેદિક હોસ્પિટલ્સ

12

સફાઇ કર્મચારીઓ

500

શૌચાલય

35,000

હંગામી બસ સ્ટેન્ડ્સ

05

રજિસ્ટર્ડ બસ

892

વિશેષ બસ સેવા

3608

English summary
Mahakumbh of gigantic figures : 200 crore spent for 55 days. The Kumbh Mela starting in Allahabad from Monday is expected to generate additional employment opportunities for more than 6 lakh people in various sectors like airlines, hotels, and religious and eco-tourism. Also, it is likely to generate business worth not less that Rs 12,000 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X