
મહંત નરેન્દ્ર ગિરી મોત કેસઃ તપાસ માટે CBIએ રચી ટીમ, ગેસ્ટ રૂમથી શરૂઆત
પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનુ શંકાસ્પદ સ્થિતિમાં 20 સપ્ટેમ્બરના રોજ મોત થઈ ગયુ હતુ. તેમનુ શબ બાઘંબરી મઠ સ્થિત તેમના રૂમમાં પંખા પર લટકેલુ મળ્યુ હતુ. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ ગુરુવારે(23 સપ્ટેમ્બર) આખો રિપોર્ટ કેન્દ્રીય તપાસ બ્યૂરો(CBI)ને હેન્ડઓવર કરી દીધો છે. હવે મહંત નરેન્દ્ર ગિરીનુ મોત કેવી રીતે થયુ, આ ગુત્થી ઉકેલવા માટે સીબીઆઈએ કમર કસી લીધી છે. સીબીઆઈએ મહંત નરેન્દ્ર ગિરીના મોતનો કેસ નોંધીને તપાસ કરવા માટે 6 સભ્યોની ટીમની રચના કરી દીધી છે જે પ્રયાગરાજ માટે રવાના પણ થઈ ચૂકી છે.
વાસ્તવમાં, બુધવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોત મામલાની તાપસ કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ) પાસે કરાવવાની ભલામણ કરી હતી. મીડિયા રિપોર્ટની માનીએ તો સીબીઆઈ તપાસમાં હવે ઘણા પડદા ઉઠી શકે છે. એસઆઈટી અને પોલિસથી જે વસ્તુઓ નજરઅંદાજ થઈ ગઈ છે તેના પર હવે સીબીઆઈની નજર છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સીબીઆઈ આ કેસમાં સુસાઈડ નોટમાં જે લોકોનો ઉલ્લેખ થયો છે તેમની સાથે પોલિસકર્મીઓની પણ પૂછપરછ કરશે.
વળી, ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચનાર પોલિસકર્મીની પણ સીબીઆઈ પૂછપરછ કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે પોલિસ એ અતિથિ કક્ષને પણ સીલ કરી દીધુ છે જેમાં મહંત નરેન્દ્ર ગિરીનુ શબ મળ્યુ હતુ. આ કક્ષની સીબીઆઈ તપાસ કરશે. આ કેસમાં પોલિસે કોઈ નિવેદન જાહેર કર્યુ નથી અને ના કોઈ કાર્યવાહી કરી પરંતુ સીબીઆઈ સીસીટીવીની તપાસ કરશે. મઠની અંદરની ગતિવિધિઓ પણ સીબીઆઈ તપાસનો ભાગ બનશે.
સુસાઈડ બાદનો વીડિયો આવ્યો સામે
હાલમાં ડ મહંત નરેન્દ્ર ગિરીના સુસાઈડ કર્યા બાદનો પહેલો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નરેન્દ્ર ગિરીને ફાંસીના ફંદાથી નીચે ઉતારીને લાદી પર સૂવડાવવામાં આવ્યા છે. આઈજી રેન્જ પ્રયાગરાજ કેપી સિંહે ઘટના સ્થળે પહોંચીને ત્યાં હાજર લોકોની પૂછપરછ કરી છે. છોકરાઓએ જણાવ્યુ કે મહંતના ફંદા પર લટકેલા જોઈને તે ગભરાઈ ગયા અને તેમણે ઉતાવળમાં રસ્સીનો ફંદો કાપીને નીચે ઉતાર્યા કે બની શકે કે તેમના શ્વાસ ચાલી રહ્યા હોય પરંતુ તે મૃત્યુ પામ્યા હતા. જો કે આ વીડિયોથી ઘણા સવાલ ઉઠી રહ્યા છે. જો કે સીબીઆઈ તપાસ બાદ સત્ય સામે આવશે.