For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર : હોસ્પિટલના મેડિકલ સાધનોની ખરીદીમાં 100 કરોડનું કૌભાંડ

|
Google Oneindia Gujarati News

medical-equipment
મુંબઇ, 10 મે : મહારાષ્ટ્રની 14 સરકારી મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં મેડિકલ સામાન ખરીદીમાં રૂપિયા 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. મેડિકલ સામાનોને બજારનાં ભાવથી 40થી 50 ટકા કિંમત વધારીને ખરીદાય છે. પ્રાંતનાં સ્વાસ્થ્ય શિક્ષણ પ્રધાન પર પણ આરોપ લાગ્યા છે કે આ કૌભાંડની જાણકારી તેમને પહેલેથી હતી.

આ કૌભાંડની જાણ આરટીઆઈ દ્વારા થઈ છે. જે મુજબ કલર ડૉપ્લર મશીન 37 લાખમાં, વેન્ટીલેટર અંદાજે 17 લાખમાં અને ડૉયોડ લેઝર મશીન 15 લાખમાં ખરીદાયા છે, જ્યારે ટેન્ડરમાં કેટલીય કંપનીઓએ આ મશીનોની કિંમત ઘણી ઓછી લગાવી હતી.

આરટીઆઈનાં કાર્યકર્તા સંજય તાંબે પાટિલનાં જણાવ્યા પ્રમાણે રાજ્યનાં 14 સરકારી મેડિકલ કોલેજમાં 300 કરોડનાં સામાન ખરીદવામાં આવ્યા છે. બજાર કિંમત કરતા મોઁઘી કિંમતે સરકારે મશીનોને ખરીદયા છે. વર્ષ 2008થી 2012 દરમિયાન મહારાષ્ટ્રની 14 સરકારી હોસ્પિટલમાં અંદાજે 3100 કરતા વધારે મશીન ખરીદવામાં આવી છે.

આ મુદ્દે શિવસેનાનાં નેતા દીપક સાલવીનું કહેવું છે કે જે સામાન મેડિકલ કોલેજ માટે ખરીદાતા હતા પહેલા તેનું સ્પેશિફીકેશન કમિટિ નક્કી કરતી હતી પછી સપ્લાયરનાં હિસાબથી ટેન્ડર નિકાળાતા હતા. સોદાને સમર્થન આપનારી કમિટિમાં સ્વાસ્થ્ય શિક્ષણ પ્રધાન, સ્વાસ્થ્ય સચિવ, સ્વાસ્થ્ય સંચાલક સહિત મેડિકલનાં ડીન અને વિભાગનાં પ્રમુખ સામેલ હતા.

English summary
Maharashtra : 100 crore scam in purchase of medical equipment in hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X