For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના આ 6 જિલ્લાઓએ સરકારની વધારી ચિંતા, કોરોનાથી થતા મોતની વધી રહી છે સંખ્યા

મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિએ એક વાર ફરીથી વેગ પકડતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

Corona Update in Maharashtra, મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિએ એક વાર ફરીથી વેગ પકડતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને મોતના આંકડા પણ ઘણા વધુ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના 6 જિલ્લાઓમાં છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોનાના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે અને આ જિલ્લા છે રત્નાગિરી, બીડ, સિંધુદુર્ગ, રાયગઢ, સતારા અને અમરાવતી. જો કે રાજ્યમાં સરેરાશ મોતના આંકડામાં સુધારો થયો છે.

covid

6 રાજ્યોમાં સરેરાશ મૃત્યુદર

ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં સરેરાશ મૃત્યુ 30.7 હતા. વળી, ફેબ્રુઆરીથી 11ફેબ્રુઆરી વચ્ચે આ 22.85 થયો અને ગયા સપ્તાહમાં પ્રતિ દિવસ 31.1 મોત થઈ. અમરાવતીમાં 5 ફેબ્રુઆરીથી 11 ફે્બ્રુઆરી વચ્ચે પ્રતિદિન સરેરાશ મૃત્યુ 0.85 હતી. વળી, 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે તે વધીને 1.71 થઈ ગયો. આ સમયગાળામાં સતારામાં 0.85થી 1.14 મોત થયા, બીડ 0.57થી 1.28 સુધી અને રાયગઢમાં 1.85થી 5.7 સરેરાશ મોત થયા. એક દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી 51,669 મોત થયા છે જે ભારતમાં થયેલી કુલ મોતનો એક તૃતીયાંશ ભાગ છે. આ ઉપરાંત રાયગઢ, રત્નાગિરી અને સિધુદુર્ગ જિલ્લાઓમાં પણ મોતના આંકડામાં વધારો થયો છે. જો કે આ જિલ્લાઓમાં કોરોનાના સક્રિય કેસમાં વધારો જોવા મળ્યો નથી.

વેક્સીના કારણે લોકોના મનમાંથી ડર ખતમઃ જિલ્લા અધિકારી

અમરાવતીમાં ગયા 2 સપ્તાહમાં કોરોનાથી રોજ થતા મોત બમણા થઈ ગયા છે. જિલ્લાના સિવિલ સર્જન ડૉ. શ્યામસુંદર નિકમે કહ્યુ કે તેમણે મૃત્યુ દરને રોકવા માટે કૉન્ટેક્ટ ટ્રેસિંગને મજબૂત બનાવી છે. નિકમે કહ્યુ કે ભલે અમારા જિલ્લામાં મોત વધુ થઈ રહી હોય પરંતુ સક્રિય કેસની સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો. વળી, બીડા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાધાકિશન પવારે કહ્યુ કે વેક્સીનના રસીકરણ અભિયાને લોકોના મનમાંથી કોરોનાનો ડર ખતમ કરી દીધો છે. ઘણા લોકો હવે શરદી-ખાંસીને હળવાશથી લઈ રહ્યા છે.

હેલમેટ અને માસ્ક વિના બાઈક ચલાવવુ વિવેક ઓબેરૉયને પડ્યુ ભારેહેલમેટ અને માસ્ક વિના બાઈક ચલાવવુ વિવેક ઓબેરૉયને પડ્યુ ભારે

English summary
Maharashtra: 6 districts in state record death due to coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X