Maharashtra Assembly Election 2024 : સીએમ બનવાના સપના નથી, પરિવાર માન્યો તેને ગદ્દારી કરી-ઉદ્ધવ ઠાકરે

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિ ચરમ પર છે. હવે ઉદ્ધવ ઠાકરેનું સીએમ પદને લઈને મોટુ નિવેદન સામે આવ્યુ છે.

શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે અહમદનગરના કોપરંગાંવમાં એક સંમેલનમાં કહ્યું કે તેઓ મુખ્યમંત્રી બનવાનું સપનું નથી જોઈ રહ્યા. પહેલાં પણ જોયું નથી અને હજુ પણ જોતા નથી.

Maharashtra Assembly Election 2024

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેઓએ મને દગો આપ્યો છે તેમને હું મારો પરિવાર માનતો હતો. શિવસેનાના ગર્ભમાંથી તેમનો રાજકીય જન્મ થયો હતો. જો આ લોકો શિવસેનાની મા પર હુમલો કરી શકે તો શું તમે જનતા સાથે દગો ન કરી શકે?

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'એટલે જ મારે આ સરકાર નથી જોઈતી. ત્યારે પણ મેં મુખ્યમંત્રી બનવાનું સપનું નથી જોયું અને આજે પણ આ મારું સપનું નથી.

જણાવી દઈએ કે આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને વિવિધ પક્ષો વચ્ચે બયાનબાજી ચાલી રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીએ 125 બેઠકો પર મતભેદો દૂર કર્યા છે, જ્યારે બાકીની 163 બેઠકો અંગે સહયોગીઓ વચ્ચે વિવાદ હજુ પણ યથાવત છે.

હાલમાં જ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે 125 વિધાનસભા બેઠકો અંગે MVA ગઠબંધન ભાગીદારો વચ્ચે કોઈ મુદ્દો નથી, પરંતુ તેઓએ બાકીની 163 બેઠકો પર મતભેદોને ઉકેલવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X