મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મોહન ભાગવતે કર્યો મતાધિકારનો ઉપયોગ

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. કડક સુરક્ષા વચ્ચે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. કડક સુરક્ષા વચ્ચે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. આરએસએસના સરસંચાલક મોહન ભાગવતે નાગપુર સેન્ટ્રલ વિધાનસભા સીટ પર પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો. ઉલ્લેખનીય છે કે આજે સવારે 7 વાગ્યાથી બધા મત વિસ્તારો પર મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતોની ગણતરી 24 ઓક્ટોબરે થશે.

Mohan Bhagwat

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. ભાજપ-શિવસેનામાં થયેલા ગઠબંધન હેઠળ ભાજપ 150 સીટો પર ચૂંટણી લડી રહી છે. વળી, શિવસેના 124 સીટો પર અને 16 સીટો પર સહયોગી પક્ષો લડી રહ્યા છે. વળી, કોંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં કોંગ્રેસ અને એનસીપી 125-125 સીટો પર ચૂંટણી લડી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષોથી ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર છે. તે રાજ્યમાં ફરીથી સત્તા મેળવવા માટે પૂરા દમખમથી ઉતરી છે.

વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસે અલગ અલગ ચૂંટણી લડી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને 122 સીટો મળી હતી. વળી, શિવસેનાને આ ચૂંટણીમાં 63 સીટો મળી હતી. જો કોંગ્રેસની વાત કરીએ તો તેને માત્ર 42 સીટો મળી હતી. શરદ પવારની પાર્ટી એનસીપીને માત્ર 41 સીટો મળી હતી. બાકી 13 સીટો નાના પક્ષોના ખાતામાં ગઈ હતી. વળી. 7 અપક્ષ ધારાસભ્યો પણ ચૂંટવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X