For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔરંગાબાદ ટ્રેન દૂર્ઘટનાઃ પાટા પર વિખેરાયેલી પડી છે ક્યાંક રોટલીઓ તો ક્યાંક લાશો

શુક્રવારની સવારે મહારાષ્ટ્રમાં એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા, અહીંના ઔરંગાબાદમાં રેલવેના પાટા પર 16 પ્રવાસી મજૂરોને એક માલગાડીએ કચડી નાખ્યા.

|
Google Oneindia Gujarati News

શુક્રવારની સવારે મહારાષ્ટ્રમાં એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા, અહીંના ઔરંગાબાદમાં રેલવેના પાટા પર 16 પ્રવાસી મજૂરોને એક માલગાડીએ કચડી નાખ્યા. ઔરંગાબાદના જાલના રેલવે લાઈન પાસે આ દૂર્ઘટનામાં 5 અન્ય મજૂર પણ ઘાયલ થયા છે. જેમનો ઈલાજ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ દૂર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઈન પર શુક્રવારે 5.15 વાગે બની, મૃતકોમાં મજૂરોના બાળકો પણ શામેલ છે.

કોને ખબર હતી... આ સફર બની જશે અંતિમ સફર

કોને ખબર હતી... આ સફર બની જશે અંતિમ સફર

બધા મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ઔરંગાબાદથી ગામ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા, મોડી રાત થઈ જવાના કારણે બધાએ સટાના શિવાર વિસ્તારમાં પાટા પર જ સૂઈ ગયા. સવારે આ પાટા પર એક માલગાડી પસાર થઈ અને 16 મજૂરો તેની ચપેટમાં આવી ગયા. આંખોમાં ઘરે જવાનુ સપનુ લઈને આ મજૂરો જ્યારે પોતાના બાળકો સાથે કાલે ગાડી પકડવા માટે નીકળ્યા હતા તો તેમને જરા પણ અહેસાસ નહિ હોય કે આ સફર તેમની જિંદગીની અંતિમ સફર બની જશે.

ઔરંગાબાદમાં રેલવેપાટા પર કપાઈને મજૂરોના મોત

ઔરંગાબાદમાં રેલવેપાટા પર કપાઈને મજૂરોના મોત

ઘટના સ્થળના ભયાનક દ્રશ્યો દરેકનુ હ્રદય કંપાવી દેનારા છે. આજે સવારે ટ્રેક પર ઠેર ઠેર લાશો વિખેરાયેલી પડી હતી અને આ લાશો સાથે મજૂરોનો સામાન પણ ફેલાયેલો પડ્યો હતો. બેગમાંથી નીકળેલી રોટલીઓ, કપડા અને પાણીની બોટલો આ દર્દનાક દૂર્ઘટનાની કહાની કહી રહી હતી.

માર્યા ગયેલા મજૂરોની થઈ ઓળખ

માર્યા ગયેલા મજૂરોની થઈ ઓળખ

તમને જણાવી દઈએ કે ઔરંગાબાદ દૂર્ઘટનામાં માર્યા ગયેલા મજૂરોની ઓળખ થઈ ગઈ છે. આમાં શહડોલના અચ્છેલાલ રામેશ્વર કાછી, સુરેશ મોલઈ કોલ, ધર્મેન્દ્ર જેંતરાજ સિંહ, બ્રજેશ ગજરજ ગોંડ, અજિત જીવન સિંહ, ઈન્દ્રકુમાર આલગુ, ગેન્દ્ર ચેન સિંહ, રાજબબાહોરન પારસ સિંહ, બ્રજેશ ભેયદિન સિંહ, મુનીમ શિવ રતન સિંહ, નીમશાહચિન્મરુ સિંહ, શિવદયાલ ગજરજ સિંહ છે.

શિવરાજ સિંહે કર્યુ વળતરનુ એલાન

શિવરાજ સિંહે કર્યુ વળતરનુ એલાન

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઔરંગાબાદ રેલ દૂર્ઘટનામાં માર્યા ગયેલા મધ્ય પ્રદેશના પ્રવાસી મજૂરોના આશ્રિતોને પાંચ પાંચ લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે ઔરંગાબાદથી પોતાના ઘરે પાછા આવી રહેલ ઘણા શ્રમિક ભાઈઓનુ ટ્રેન દૂર્ઘટનામમાં આકસ્મિક નિધન થઈ ગયાના દુઃખદ સમાચાર મળ્યા છે. ઈશ્વરે દિવંગત આત્માઓની શાંતિ અને પરિજનોને આ ઉંડુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છુ. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

આ પણ વાંચોઃ NGTએ એલજી પૉલિમર્સને જારી કરી નોટિસ, 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશઆ પણ વાંચોઃ NGTએ એલજી પૉલિમર્સને જારી કરી નોટિસ, 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ

English summary
Maharashtra Aurangabad Accident Train Ran Over 16 Migrant Labourers Sleeping On Track Dead Bodies And Chapatis Seen On Track.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X