For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં બંધ દરમિયાન BESTની આઠ બસોમાં તોડફોડ, નવાબ મલિકે હિંસાના સમાચારોને ગણાવ્યા ખોટા

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે સત્તાધારી મહા વિકાસ અઘાડી(MVA)એ બંધનુ આહ્વાન કર્યુ છે. જાણો બંધની સ્થિતિ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે સત્તાધારી મહા વિકાસ અઘાડી(MVA)એ બંધનુ આહ્વાન કર્યુ છે. રાજ્યમાં બંધની અસર પણ જોવા મળી રહી છે કારણકે સત્તાધારી પાર્ટીઓએ આ બંધનુ આહ્વાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે મહા વિકાસ અઘાડીમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પાર્ટી શામેલ છે. આ બંધને રાજ્યમાં અન્ય રાજકીય પક્ષો અને ટ્રેડ યુનિયનોનુ પણ સમર્થન મળ્યુ છે. એનસીપી નેતા નવાબ મલિકનો દાવો છે કે મહારાષ્ટ્રમાં તેમના બંધને વ્યાપક જનસમર્થન મળી રહ્યુ છે અને શાંતિપૂર્ણ રીતે બંધનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.

maharashtra

BESTની આઠ બસોમાં થઈ તોડફોડ

વળી, બીજી તરફ મુંબઈમાં BESTએ દાવો કર્યો છે કે ગઈ રાતથી લઈને સવારે આઠ વાગ્યા સુધી તેમની આઠ બસોમાં તોડફોડ કરવામાં આવી છે. તોડફોડની આ ઘટનાઓ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં થઈ છે. BESTએ પોલિસ પાસે સુરક્ષાની માંગ કરી છે. એનસીપી નેતા નવાબ મલિકે બંધ દરમિયાન આવેલી હિંસાના સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યુ છે કે અમુક જગ્યાએ પત્થરમારાના સમાચારો આવી રહ્યા છે જે ખોટા છે. કોઈએ પણ આ પ્રકારની ગતિવિધિઓમાં શામેલ ન થવુ જોઈએ.

રાજીનામુ આપે કેન્દ્રીય મંત્રીઃ નવાબ મલિક

નવાબ મલિકે કહ્યુ છે કે બંધ દરમિયાન આવી રહેલ હિંસાના સમાચારો ખોટા છે, લોકો આ પ્રકારની હરકતો ના કરે. અમારી માંગ અને અમારા અવાજને જનતાનુ સમર્થન મળી રહ્યુ છે. અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શ કરી રહ્યા છે. નવાબ મલિકે કહ્યુ કે અમે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાના રાજીનામાની માંગ કરીએ છીએ.

શું છે બંધની સ્થિતિ?

તમને જણાવી દઈએ કે મુંબઈમાં મોટાભાગની દુકાનો બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત BESTની બસો પણ બહુ જ ઓછી ચાલી રહી છે અને જે ચાલી રહી છે તેમાં તોડફોડ કરવામાં આવી રહી છે. ટેક્સી અને પ્રાઈવેટ ગાડીઓ પહેલાની જેમ ચાલી રહી છે. માહિમમાં ટ્રેન રોકવાની આશંકાના કારણે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ડીસીપી પ્રણય અશોકનુ કહેવુ છે કે શહેરમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે.

બંધ પહેલા શું કહ્યુ હતુ શિવસેનાએ?

બંધ બોલાવતા પહેલા શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યુ કે, 'આ બંધનો હેતુ માત્ર એ જણાવવાનો છે કે અમારી સરકાર સંપૂર્ણપણે ખેડૂતો સાથે છે, કૃષિ કાયદાના વિરોધમાં લડાઈમાં ખેડૂત એકલો નથી.' તેમણે કહ્યુ કે, 'મહારાષ્ટ્ર સરકારના ત્રણ ગઠબંધન દળ મહારાષ્ટ્ર બંધમાં સાથે છે અને અમે હંમેશા ખેડૂતોની મદદ માટે આગળ ઉભા છે, જેમની સાથે ખોટુ થયુ છે તેમને ન્યાય મળવો જ જોઈએ.'

English summary
Maharashtra bandh: 8 buses vandalised during bandh in mumbai claims BEST.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X