Maharashtra Bandh : મહા વિકાસ અઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન પાછુુ ખેંચ્યુ, જાણો કેમ?

મહા વિકાસ અઘાડી દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન અપાયુ હતુ. આ એલાન બાદ હવે અચાનક નાટકીય વળાંક આવ્યો છે અને એનસીપીએ તેમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે.

મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એમવીએ ગઠબંધન દ્વારા ગઈકાલે બોલાવેલુ મહારાષ્ટ્ર બંધનું એલાન પાછું ખેંચી લીધું છે.

Maha Vikas Aghadi

જણાવી દઈએ કે, આ પહેલા શરદ પવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેમાં કોર્ટના નિર્ણયને ટાંકીને કહ્યું હતું કે અમારી પાસે કોર્ટને જવાબ આપવાનો સમય નથી, તેથી આવતીકાલે અમે મહારાષ્ટ્ર બંધમાં ભાગ લઈશું નહીં. આ પછી MVA ગઠબંધને કોર્ટના નિર્ણયને કારણ દર્શાવીને મહારાષ્ટ્ર બંધ પાછું ખેંચ્યું છે.

શરદ પવારે સોશિયલ મીડિયા પર લખ્યુ કે, બદલાપુરની ઘટનાને ધ્યાનમાં રાખીને ગઈકાલે 24 ઓગસ્ટ 2024ના રોજ રાજ્યવ્યાપી જાહેર હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. બે માસુમ બાળકીઓ પર કરવામાં આવેલ અત્યાચાર ઘૃણાસ્પદ છે.

સમાજમાં આની સામે ઉગ્ર લોક લાગણીઓ ઉભી થઈ છે. આ બાબતે સરકારનું ધ્યાન દોરવાનો આ પ્રયાસ હતો. આ બંધ ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના દાયરામાં હતું પરંતુ માનનીય બોમ્બે હાઈકોર્ટે બંધને ગેરબંધારણીય ગણાવ્યુ છે.

શરદ પવારે આગળ લખ્યું કે, બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી શક્ય નથી, કારણ કે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધ છે અને અમે આટલા ઓછા સમયમાં અપીલ કરી શકીએ નહીં. આ સાથે તેમણે લખ્યું કે ભારતીય ન્યાયતંત્ર એક બંધારણીય સંસ્થા છે, તેથી અનુરોધ છે કે બંધારણનું સન્માન કરીને ગઈકાલનો બંધ પાછુ ખેંચી લેવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X