
સરકાર બનાવવા અંગે કોંગ્રેસ-શિવસેના-NCPમાં સંમતિ, આમને મળી શકે મંત્રી પદ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ચૂક્યો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સરકાર બનાવવાની પૂરી તૈયારી થઈ ચૂકી છે. ગુરુવારે મોડી રાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ યાદવ સાથે મુલાકાત કરી. વળી, માનવામાં આવી રહ્યુ છે કે બંને પક્ષો વચ્ચે 50-50 ફોર્મ્યુલા પર સરકાર બનાવવા પર સંમતિ બની જે રોટેશન હેઠળ મુખ્યમંત્રી પદ બંને પાર્ટીઓને મળશે. વળી, કોંગ્રેસે સમાન મંત્રાલયની શરત રાખી છે.

આ ફોર્મ્યુલા પર મંત્રાલયની વહેંચણી
શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 14-14-14 મંત્રાલય વહેંચવામાં આવશે. કોંગ્રેસ-એનસીપીની નનજર મહત્વના મંત્રાલયો પર ટકેલી છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે અત્યાર સુધી થયેલી ચર્ચામાં એનસીપીને ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલય, કોંગ્રેસને રાજસ્વ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શિવસેનાને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે.

આ મલાઈદાર મંત્રાલયો પર ટકી છે નજર
શિવસેના પોતાની પાસે શહેરી વિકાસ, પીડબ્લ્યુડી, ગૃહ, શિક્ષા અને ગ્રામીણ વિકાસ મંત્રાલય રાખવા ઈચ્છે છે. વળી, એનસીપીને સ્પીકર,ગૃહ, નાણાં, પીડબ્લ્યુડી, જળ સંશાધન અન ગ્રામીણ વિકાસ મંત્રાલય જોઈએ. જ્યારે કોંગ્રેસ સ્પીકર, નાણા, ગ્રામીણ વિકાસ અને રેવન્યુ જેવા મંત્રાલય ઈચ્છે છે. આજે એનસીપી-કોંગ્રેસની મહત્વની બેઠક શિવસેના સાથે છે જ્યાં ગઠબંધનની સરકાર માટે પાર્ટીઓ વચ્ચે તાલમેલ બેસાડવામાં આવશે.
આ પણ વાંચોઃ BHUમાં મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરના વિરોધ પર પ્રિયંકા ગાંધીએ કહી મોટી વાત

આમને મળી શકે છે મંત્રીપદ
વળી, જો મંત્રીપદની વાત કરીએ તો કોંગ્રેસ પોતાના મોટા નેતાઓને મહારાષ્ટ્રમાં મંત્રીપદ આપવા ઈચ્છે છે જેમાં અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, બાલાસાહેબ થોરાટ, વિજય વેદેટ્ટીવાર, વિશ્વજીતનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. વળી,એનસીપી તરફથી જયંત પાટિલ, અજીત પવાર, ધનંજય મુંડે, નવાબ મલિક મંત્રી બની શકે છે.