For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં આજે ભાજપની બેઠક, CM માટે ફડણવીસનું નામ લગભગ ફાઇનલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં આજે ભાજપની બેઠક થશે જેમાં ધારસભ્યના દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપના મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નક્કી ગણવામાં આવે છે જેની આજે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય આજે કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના મહાસચિવ જેપી નડ્ડાની હાજરીમાં પોતાના નેતાને ચૂંટશે. આ બેઠક સાંજે ચાર વાગે થશે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં બનવા જઇ રહેલી સરકારમાં સામેલ થવા માટે શિવસેના દ્વારા ખુલીને ઇચ્છા પ્રગટ કર્યા બાદ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય આજે મુંબઇમાં પોતાના નેતાની પસંદગી કરવા માટે બેઠક કરશે. એવા સંકેત છે કે શિવસેના આ સરકારમાં પછી સામેલ થઇ શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકાર 31 ઓક્ટોબરના શપથ લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના કેબિનેટ સહયોગી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ઘણા ટોચના નેતા હાજર રહેશે.

modi-devendra

મહારાષ્ટ્રના 288 સભ્યોવાળી વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 122 સીટો જીતીને ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં તરી આવી છે. એનસીપીએ તેને પહેલાં બિન શરતી સમર્થન આપવાની ઓફર કરી છે. એનસીપીને 41 સીટો મળી છે. સદનમાં 63 ધારાસભ્યોની સાથે શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી હશે.

સૂત્રોના અનુસાર સોમવારે યોજાયેલી ભાજપની કોર કમિટીની બેઠક દરમિયાન દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાને લઇને ચર્ચા પણ થઇ ગઇ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીના પદની દોડમાં સૌથી આગળ છે.

શિવસેના નેતા અનિલ દેસાઇ અને સુભાષ દેસાઇએ દિલ્હીમાં ધમેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી. સૂત્રોના અનુસાર શિવસેનાએ ભાજપની સમક્ષ 14 મંત્રી પદ, વિધાનસભા અધ્યક્ષ, અને ડેપ્યુટી સીએમ પદની માંગણી મુકી છે.

ભાજપે શિવસેનાને મહત્વપૂર્ણ મંત્રાલય આપવાની મનાઇ કરી દિધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાએ ઉપ મુખ્યમંત્રી પદ, ગૃહ, રાજસ્વ, શહેરી વિકાસ અને નાણા મંત્રાલય જેવા મહત્વપૂર્ણ મંત્રાલય આપવાની મનાઇ કરી દિધી છે.

English summary
The BJP is expected to name its pick for the Maharashtra chief minister's post on Tuesday, even as there is still no clarity over whether it will join hands with the Shiv Sena to form the government in the politically crucial state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X