Maharashtra Bypoll Result : ભાજપના ગઢમાં ગાબડું, મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત
Maharashtra Bypoll Result : પૂર્વોત્તરમાં ભાજપ ભલે મજબૂત થઇ રહ્યું હોય, પણ મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. પ્રતિષ્ઠિત બેઠક ગણાતી કસ્બ-ચિચવાડ બેઠક ભાજપે ગુમાવી દીધી છે. આ બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.
Maharashtra Bypoll Result : મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. કસ્બ ચિચવાડ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. આ બેઠક પર 1995થી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. જે બેઠક હવે કોંગ્રેસે જીતી લીધી છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવતી આ બેઠક પર કોંગ્રેસની જીતને એક મોટી સફળતાના રૂપમાં જોવામાં આવી રહી છે.

પૂણેની કસ્બ-ચિચવાડ બેઠક પર કોંગ્રેસ-એનસીપી ગઠબંધને ભાજપને મોટી હાર આપી છે. અહીં રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ ભાજપ-શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ તેના ગઢ કસ્બ ચિચવાડ વિધાનસભા બેઠકમાં પ્રતિષ્ઠાનો જંગ હારી ગયું છે.
કાંટાની ટક્કરમાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરે ભાજપના ઉમેદવાર હેમંત રસાનેને 10,000થી વધુ મતોથી હરાવ્યા હતા. કસ્બ ચિચવાડ મતવિસ્તારમાં 20 રાઉન્ડના અંતે ધાંગેકરને 72,599 વોટ મળ્યા, જ્યારે રાસ્નેને 61,771 વોટ મળ્યા હતા.
પોતાની જીતનો શ્રેય મતદારોને આપતા ધાંગેકરે જણાવ્યું હતું કે, આ મતદારોની જીત છે. કારણ કે, તેઓએ મને જીતાડવાની જવાબદારી લીધી છે. હું મતવિસ્તારના લોકો માટે સખત મહેનત કરીશ અને મારામાં મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરીશ. રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ નાના
પટોલે, એનસીપી નેતા અજિત પવાર અને શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરેએ તેમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. આવા સમયે ભાજપે જણાવ્યું છે કે, કોઈક ખામી રહી હશે, જેના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો. તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને ખામીઓને દૂર કરવા માટે વિચારણા કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં બે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો ગુરુવારના રોજ આવ્યા હતા. આ બેઠકો કસ્બ અને પિંપરી-ચિંચવડ છે. આ બેઠકો ભાજપના દિવંગત ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાપના નિધન બાદ ખાલી પડી હતી. જેના પર પેટાચૂંટણી માટે 26 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું.












Click it and Unblock the Notifications
