For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ એક વર્ષ સુધી MLAsની સેલેરીમાં 30% ઘટાડાનુ એલાન

દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે આગલા એક વર્ષ સુધી ધારાસભ્યોની સેલેરીમાં 30 ટકાના ઘટાડાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ એપ્રિલ મહિનાથી લાગુ થશે. આ સાથે મહારાષ્ટ્ર કેબિનેટે કોરોના લૉકડાઉન ખતમ થયા બાદ રાજ્યની અર્થવ્યવસ્થાના પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા અને તૈયારી માટે 2 સમિતિઓની રચનાને મંજૂરી આપી દીધી છે.

uddhav

મહારાષ્ટ્ર મંત્રીમંડળે આ મહિને(એપ્રિલ)થી શરૂ થનાર એક વર્ષ માટે બધા રાજ્ય ધારાસભ્યો માટે 30 ટકા વેતન કાપના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યની અર્થવ્યવસ્થાના પુનરુદ્ધાર યોજના સમીક્ષા માટે ઉદ્ધવ સરકારે બે સમિતિઓની રચના કરી છે. એક સમિતિમાં વિશેષજ્ઞો હશે જેમાં પૂર્વ અધિકારીઓ અને મહારાષ્ટ્ર નાણા મંત્રાલયના અધિકારી શામેલ હશે. જ્યારે બીજી સમિતિમાં મંત્રીઓની હશે જેમાં અજીત પવાર(ડેપ્યુટી સીએમ), જયંત પાટિલ, બાલાસાહેબ થોરાટ, છગન ભુજબળ અને અનિલ પરબ શામેલ હશે.

મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ધારાસભ્યોની સેલેરીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સાંસદોના વેતન એક વર્ષ માટે 30 ટકા ઘટાડ્યા છે જે એક એપ્રિલ 2020થી પ્રભાવી છે. બિહાર કેબિનેટે મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ તેમજ વિધાન મંડળના સભ્યોના વેતનમાં આગલા એક વર્ષ સુધી 15 ટકા ઘટાડાનો નિર્ણય લીધો છે. આ રકમ કોરોના વાયરસ સામે લડવા માટે 'કોરોના ઉન્મૂલન કોષ'માં આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ દક્ષિણ કોરિયાથી 1 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે BMCઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ દક્ષિણ કોરિયાથી 1 લાખ રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે BMC

English summary
Maharashtra Cabinet has approved a proposal for 30% salary cut for all state legislators for a year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X