For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ પરથી આપ્યુ રાજીનામુ

મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ફડણવીસે શનિવારે સવારે સીએમ પદના શપથ લીધા હતા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ફડણવીસે શનિવારે સવારે સીએમ પદના શપથ લીધા હતા. ત્રણ દિવસ બાદ આજે મંગળવારે તેમણે રાજીનામુ આપી દીધુ. તેમની સાથે ડેપ્યુટી સીએમ પદના શપથ લેનાર એનસીપીના અજીત પવારે પણ રાજીનામુ આપી દીધુ છે. રાજ્યપાલે ફડણવીસને 14 દિવસનો સમય બહુમત સાબિત કરવા માટે આપ્યો હતો પરંતુ કોર્ટે બુધવારે તેમને ફ્લોર ટેસ્ટનો સામનો કરવા કહ્યુ. ત્યારબાદ તેમણે ફ્લોર ટેસ્ટ માટે નહિ જઈ પદ છોડી દીધુ.

Fadnavis

મુંબઈમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને ફડણવીસે સીએમ પદ પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ. આ દરમિયાન તેમણે શિવસેના પર જોરદાર નિશાન સાધ્યુ. ફડણવીસે કહ્યુ કે ચૂંટણીમાં અમને જનાદેશ મળ્યો, ગઠબંધનને સૌથી વધુ સીટ મળી. ચૂંટણી બાદ શિવસેના એવી વાત પર અડી ગઈ જે નક્કી નહોતી. શિવસેનાને સીએમ પદ આપવાનુ નક્કી નહોતુ પરંતુ તે એના માટે અડી ગયા. શિવસેનાએ અમારી જગ્યાએ બીજા પક્ષો સાથે વાત કરી. ભાજપ જેટલી સીટો પર લડી એમાંથી 70 ટકા સીટો જીતી, સ્પષ્ટ છે કે જનતાએ અમને પસંદ કર્યા પરંતુ શિવસેનાની લાલચ સ્પષ્ટ દેખાઈ.

આ પણ વાંચોઃ નિત્યાનંદ કેસઃ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવવાનો આરોપ, સાધ્વીઓના રિમાન્ડ 2 દિવસ વધ્યાઆ પણ વાંચોઃ નિત્યાનંદ કેસઃ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવવાનો આરોપ, સાધ્વીઓના રિમાન્ડ 2 દિવસ વધ્યા

English summary
Maharashtra Chief Minister Devendra Fadnavis press conference floor test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X