Maharashtra CM : એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેશે, શિવસેનાએ જાહેરાત કરી
Maharashtra CM Oath Ceremony : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા લાંબા વિવાદનો અંત આવ્યો છે. આખરે શિવસેનાએ એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર હોવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા મુંબઈના આઝાદ મેદાનમાં તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. દેવેન્દ્ર ફડણવીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેશે.

અહીં દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત NCP ચીફ અજિત પવાર નાયબ અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શિવસેના નેતા ઉદય સાવંતે શપથ ગ્રહણ સમારોહ પહેલા ખુલાસો કર્યો છે કે આજે શપથ ગ્રહણ સમારોહમાં એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
મીડિયા સાથે વાત કરતા શિવસેનાના દિગ્ગજ નેતા ઉદય સામંતે કહ્યું કે જો વિદાય લઈ રહેલા કાર્યવાહક મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે ગુરુવારે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ નહીં લે તો પાર્ટીનો કોઈપણ નવો ચૂંટાયેલ ધારાસભ્ય કોઈ પદ સંભાળશે નહીં. હવે શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમણે કહ્યું કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા સંમત થયા છે.
ઉદય સામંતે જ અગાઉ કહ્યું હતું કે, અમારા તમામ મંત્રીઓ બુધવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવા મનાવવા ગયા હતા. અમે શિંદે સમક્ષ અમારી વાત મૂકી છે કે જો તેઓ નાયબ મુખ્યપ્રધાન તરીકે સરકારમાં જોડાય છે તો કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય મંત્રી પદ સંભાળશે નહીં.
જણાવી દઈએ કે, 5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ, ચંદ્રાબાબુ નાયડુ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમાર સહિતના અગ્રણી નેતાઓ હાજરી આપશે.












Click it and Unblock the Notifications
