મહારાષ્ટ્રમાં રાજકીય નાટકો વચ્ચે ભાજપી સાંસદને શરદ પવાર મળતાં ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં રાજકીય નાટકો વચ્ચે ભાજપી સાંસદને શરદ પવાર મળતાં ખળભળાટ મચ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય અથડામણ ચાલુ છે. શનિવારે ભાજપ અને એનસીપીના અજિત પવારે મળીને સરકાર બનાવી લીધી છે તો શિવસેનાએ આ સરકાર ગઠનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હવે રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના સાંસદો અને એનસીપીના પ્રમુખ શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ છે.

ભાજપી સાંસદ સંજય કાકડેએ શરદ પવારના નિવાસ સ્થાને જઈ તેમની મુલાકાત કરી. આ મુલાકાતના કેટલાય મતલબ કાઢવામાં આવી રહ્યા છે. જો કે સંજય કાકડેએ આ મુલાકાતને અંગત મુલાકાત ગણાવી. તેમણે જણાવ્યું કે શરદ પવાર સાથેની મુલાકાતનું રાજનીતિ સાથે કંઈ જ લેવા દેવા નથી.
Maharashtra: BJP MP Sanjay Kakade arrives at NCP Chief Sharad Pawar's residence in Mumbai. pic.twitter.com/xJgIRPKMdO
— ANI (@ANI) November 24, 2019












Click it and Unblock the Notifications
