For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા શરદ પવાર

મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા શરદ પવાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ જાહેર થયું ત્યારથી રાજકીય નાટક ચાલી રહ્યું છે જે પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું. ભાજપ, શિવસેના, એનસીપી એકેય સરકાર ન બનાવી શક્યા બાદ આખરે રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી હતી અને રાષ્ટ્રપતિએ આ ભલામણ સ્વીકારી લીધા બાદથી આ મામલે રાજકારણ વધુ ગરમાયું હતું. હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ વચ્ચે પ્રયત્નો ચાલુ છે.

sonia gandhi

એનસીપી પ્રમુખ શરદ પવાર સોમવારે કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા. આ મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગલી સરકારને લઈ તસવીર સાફ થઈ જશે. જ્યારે સોમવારે શરદ પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભાજપ અને શિવસેના સાથે મળી લડે, તે બંનેએ પોતાના રસ્તા પસંદ કરવા પડશે અને અમે લોકો (એનસીપી-કોંગ્રેસ) અમારી રાજનીતિ કરશું.

જણાવવામાં આવી રહ્યું છે કે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક બાદ રાજ્યમાં નવી સરાકરના ગઠન વિશે અંતિમ મોહર લાગી શકે છે. મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરે સરકાર ન બન્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મુખ્યમંત્રી પદને ધ્યાનમાં લઈ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ટૂટી ગયું હતું. જે બાદ નવા રાજકીય સમીકરણો બન્યાં છે. જેમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે આવી રહી છે.

મહારાષ્ટ્રમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગઠબંધનની સરકાર બનશેઃ સંજય રાઉતમહારાષ્ટ્રમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગઠબંધનની સરકાર બનશેઃ સંજય રાઉત

English summary
maharashtra crisis: sharad pawar went to meet sonia gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X