For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Electio Results 2019: પરિણામ બાદ શિવસેનાએ શરદ પવારના વખાણ કર્યાં, ભાજપને આપી દીધી આ સલાહ

Maharashtra Electio Results 2019: પરિણામ બાદ શિવસેનાએ શરદ પવારના વખાણ કર્યાં, ભાજપને આપી દીધી આ સલાહ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રની 288 સીટ પર થેયલ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન બહુમતિના આંકડાને પાર કરી લીધો છે. જ્યારે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ ઘોષિત થયા બાદ ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાના સુર બદલાઈ ગયા ચે. શિવસેનાએ સામનાના એક લેખ દ્વારા ભાજપની ઓછી થયેલ તાકાતનો અહેસાસ કરાવ્યો તો સાથે જ એનસીપી-કોંગ્રેસના વખાણ કર્યાં છે.

આ મહાજનાદેશ નહિ, તે સ્વીકારવું પડશેઃ શિવસેના

આ મહાજનાદેશ નહિ, તે સ્વીકારવું પડશેઃ શિવસેના

એડિટોરિયલ લેખમાં લખવામાં આવ્યું કે, આંકડાની રમત સંસદીય લોકતંત્રતમાં ચાલી રહે છે, ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળ્યું છે. શિવસેના-ભાજપને 160 આંકડો પાર કર્યો છે અે મહારાષ્ટ્રની જનતાએ આ પરિણામ આપ્યાં છે. પછી આને મહાજનાદેશ કહો કે, બીજું કંઈ... આ જનાદેશ છે મહાજનાદેશ નહિ, આ સ્વીકારવું પડશે. 2014ની અપેક્ષાએ કંઈક અલગ અને ચોંકાવનારા પરિણામ આવ્યાં. 2014માં ગઠબંધુ નહોતું થયું પરંતુ 2019માં ગઠબંધન છતાં સીટ ઓછી આવી. ઈશારો સ્પષ્ટ છે કે ભાજપની પહેલાની સરખામણીએ ઓછી સીટ આવી છે.

શિવસેનાએ એનસીપી-કોંગ્રેસના વખાણ કર્યાં

શિવસેનાએ એનસીપી-કોંગ્રેસના વખાણ કર્યાં

જ્યારે કોંગ્રેસે એનસીપી અને કોંગ્રેસના વખાણ કરતા કહ્યું કે તે બંને પાર્ટીઓ 100 સીટ સુધી પહોંચી ગઈ. એક મજબૂત વિપક્ષ તરીકે મતદારોએ તેમને જવાબદારી સોંપીછે. આ એક પ્રકારે સત્તાધીશો માટે પાઠ છે. દાદાગીરી, દહેશત અને સત્તાની મસ્તીથી પ્રભાવિત ન થતાં જનતાએ જે મતદાન કર્યું, તેના માટે અભિનંદન. મહારાષ્ટ્રમાં એનસીપીએ છલાંગ લગાવતા 50 આંકડો પાર કરી લીધો છે અને ભાજપ 122થી 102 પર આવી ગઈ છે.

એનસીપીએ લાંબી છલાંગ લગાવીઃ શિવસેના

એનસીપીએ લાંબી છલાંગ લગાવીઃ શિવસેના

શિવસેનાએ પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં એવું ગાબડું પાડ્યું કે પવારની પાર્ટીમાં અમુક લોકો બચશે કે નહિ, કંઈક એવો માહોલ બની ગયો. પરંત મહારાષ્ટ્રમાં એનસીપીએ છલાંગ લગાવતા 50નો આંકડો પાર કરી લીધો અને ભાજપ 122થી 102 પર આવી ગઈ. લેખમાં આગળ લખવામાં આવ્યું કે, 'જોવામાં આવે તો ચોંકાવનારા પરિણામ સામે આવ્યાં, બીજા શબ્દોમાં કહીએ વધુ ના હરખાવ, સત્તાનો રોબ દેખાડશો તો યાદ રાખો. રાજ્યની જનતાએ એવો જનાદેશ આપ્યો છે અને સત્તાનો દુરુપયોગ કરતા રાજનીતિ કરવાથી કોઈને ખતમ ન કરી શકાય.'

હરિયાણા ચૂંટણીઃ ભાજપ સામે બધા પક્ષોને એક સાથે કરવામાં લાગ્યા બીએસ હુડાહરિયાણા ચૂંટણીઃ ભાજપ સામે બધા પક્ષોને એક સાથે કરવામાં લાગ્યા બીએસ હુડા

English summary
Maharashtra Electio Results 2019: Shiv Sena praises Sharad Pawar after the result, advised BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X