Maharashtra Election 2024 : શરદ પવારના એક દાવે અજીત પવારનું ટેન્શન વધાર્યુ, કોંગ્રેસને થઈ શકે છે મોટુ નુકસાન
Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજનીતિ તેજ થઈ છે. એક તરફ પાર્ટીઓ ઉમેદવારો પર મંથન કરી રહી છે તો બીજી તરફ રાજ્યના સૌથી પીઢ નેતા શરદ પવારે મોટો દાવ ખેલ્યો છે.
રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે જ શરદ પવાર એક્શનમાં આવી ગયા છે. આ દરમિયાન હાલમાં જ શ્રીનિવાસ પવાર અને શરદ પવાર વચ્ચે બેઠક થઈ છે.

અહેવાલો અનુસાર, શરદ પવાર શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્ર પવારને એનસીપી (એસપી)ની ટિકિટ પર ચૂંટણી લડવા માટે યોજના બનાવી રહ્યાં છે.
મહા વિકાસ અઘાડીની પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગને લઈને ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે શરદ પવારની એનસીપી સહિતની પાર્ટીના દબાણમાં કોંગ્રેસ બેકફૂટ પર છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓએ પણ કોંગ્રેસને સલાહ આપી છે. શરદ પવાર પોતે ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે પરંતુ બારામતી સીટ માટે ઈન્ટરવ્યુ લેવામાં નથી આવી રહ્યાં.
બારામતી સીટ એ સીટોમાં સામેલ છે જ્યાં કાંટાની ટક્કર માનવામાં આવે છે. અહીં શરદ પવારના ભત્રીજા અજિત પવાર ચૂંટણી લડી શકે છે. બારામતી પવાર પરિવારનો ગઢ છે. તે સમયે અહીંની લોકસભા સીટ શરદ પવાર પાસે હતી અને વિધાનસભા સીટ અજિત પવાર પાસે હતી. બાદમાં શરદ પવારે બારામતીનો વારસો તેમની પુત્રી સુપ્રિયા સુલેને સોંપ્યો છે.
લોકસભા ચૂંટણીમાં NDA મહારાષ્ટ્રમાં સારું પ્રદર્શન કરી શક્યું નથી અને તેના કારણે અજિત પવાર પર મોટુ દબાણ છે. હવે શરદ પવારે ફરી એકવાર પોતાના ભત્રીજાને હરાવવા માટે મોટો પ્લાન તૈયાર કર્યો છે. અજિત પવાર સામે તેમના ભત્રીજા યોગેન્દ્ર યાદવને ટિકિટ આપવામાં આવી શકે છે.
યોગેન્દ્ર યાદવના પિતા શ્રીનિવાસ પવાર અને અજિત પવાર સાચા ભાઈ છે. શરદ પવાર પોતાના ભત્રીજાને કાઉન્ટર કરવા બીજા ભત્રીજાને ચૂંટણી મેદાનમાં ઉતારવા જઈ રહ્યા છે.
યોગેન્દ્ર યાદવે ક્યારેય ચૂંટણી લડી નથી પરંતુ લોકસભાની ચૂંટણીમાં કાકી સુપ્રિયા સુલે માટે સારો પ્રચાર કર્યો હતો અને અજિત પવારની હાર થઈ હતી. આ સમય દરમિયાન યોગેન્દ્રને બારામતીમાં પોતાનો સમર્થન વધારવાની તક પણ મળી છે, જે વિધાનસભા ચૂંટણીમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
