Maharashtra Election 2024 : શરદ પવાર સાથે પરત ફરવાની તૈયારી કરી રહ્યાં છે અજીત પવાર? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Maharashtra Assembly election 2024 : શરદ પવાર સાથે દગો કરીને બીજેપી સાથે ગયેલા અજીત પવારની ઘરવાપસીને લઈને અટકળો શરૂ થઈ છે. અહેવાલો એવા પણ છે કે અજીત પવાર શરદ પવાર સાથે પાછા ફરી શકે છે.
આ અહેવાલો વચ્ચે અજીત પવારે થઈ રહેલી ચર્ચાઓ પર મૌન તોડ્યુ છે. હાલ તો અજીત પવારે બીજેપીને છોડવાની વાતનો ઈન્કાર કર્યો છે.

શરદ પવાર સાથે પાછા ફરવાનો ઈન્કાર કરતા અજીત પવારે રાજ્યમાં મહાયુતિની સરકાર બનાવવાની કોશિશો ચાલી રહી હોવાનો દાવો કર્યો.
તેમને પૂછવામાં આવ્યું કે તમે તમારી પત્નીને બારામતીમાં સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડાવી તેનો અફસોસ છે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હવે જે બન્યું છે તેના પર વારંવાર વિચારવાની જરૂર નથી. અમે ખૂબ આગળ વધી ગયા છીએ. હવે આપણે ભવિષ્ય વિશે વિચારીશું
પરિવારમાં પાછા ફરવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આગળનું કોણે જાણ્યુ છે? અમે ભવિષ્ય કહેનારા લોકો નથી. અમે કામ કરતા લોકો છીએ. અમે કામ કરવા માંગીએ છીએ. મહારાષ્ટ્રને આગળ લઈ જવા માંગીએ છીએ.
અજિત પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા અંગે કહ્યું કે, હું મુખ્યમંત્રી બનવા માંગુ છું, પરંતુ હું આગળ વધી શકતો નથી. મને તક નથી મળી રહી.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખો અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
