Maharashtra Election 2024 : બીજેપી સાથે જઈને પસ્તાઈ રહ્યા છે અજિત પવાર?

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવાર માટે ફસાઈ જવા જેવી સ્થિતી સર્જાઈ છે. એક તરફ શરદ પવાર સાથે ગદ્દારી તો બીજી તરફ મહાયુતિમાં માન ન મળતા હવે તેમના માટે ભરાઈ જવા જેવી સ્થિતી સર્જાઈ છે.

હાલમાં જ અજિત પવારે મુખ્યમંત્રી પદને લઈને કેટલાક એવા નિવેદનો આપ્યા છે જે બાદ આ ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે તે મુખ્યમંત્રી બનવા માંગે છે પરંતુ નાયબ મુખ્યમંત્રી સુધી જ પહોચી શક્યા છે.

ajit pawar

હાલમાં જ અજિત પવારે આ મુદ્દ ખુલ્લીને વાત કરી. અજિત પવારે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે પરંતુ દરેક વખતે ડેપ્યુટી સીએમ પદની વાત આવે ત્યારે ટ્રેન ફસાઈ જાય છે. આ સાથે તેમણે મહાયુતિ ગઠબંધનને મજબૂત કરવા અને સત્તામાં લાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવાની વાત કરી.

ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલતા અજિત પવારે કહ્યું કે, હું મુખ્યમંત્રી બનવા માંગુ છું પરંતુ સંજોગો એવા છે કે હું ડેપ્યુટી સીએમ પદ પર રોકાઈ ગયો, હવે મારે શું કરવું જોઈએ?

અહીં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ મહાયુતિ ગઠબંધનનો ભાગ છે અને તેને તૂટવા નહીં દે. તેમણે કહ્યું કે, અમે મહાયુતિમાં છીએ અને તેની સાથે ઉભા છીએ. અમારો પ્રયાસ મહાયુતિ સરકારને ફરી સત્તામાં લાવવાનો છે અને અમે આ જવાબદારી નિભાવીશું.

અહીં અજિત પવારે બારામતીના સાંસદ સુપ્રિયા સુલે સામે તેમની પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, મેં ભૂલ કરી અને હવે મને એનો અહેસાસ થયો છે. તે વિદ્રોહ નહીં ખોટો નિર્ણય હતો.

આ નિવેદન પછી શિવસેના ઠાકરે જૂથએ દાવો કર્યો કે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના અજિત પવારની એનસીપીને શાસક ગઠબંધનમાંથી બહાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, અજિત પવારે સ્પષ્ટ કર્યું કે તેઓ મહાયુતિની સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X