Maharashtra Election 2024 : 1 CM પદ માટે અડધો ડઝન દાવેદાર? જાણો કોનો દાવો કેટલો મજબુત?

Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ પાર્ટીઓએ રાજકીય સમીકરણો સેટ કરવાનું શરૂ કરી દીધુ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની આ વખતની ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. આ વખતે રાજ્યમાં સીએમ પદના દાવેદારોનો રાંફડો ફાટ્યો છે એમ કહીએ તો ખોટુ નથી.

Maharashtra Election 2024

એક તરફ સત્તાધારી મહાયુતિ ગઠબંધનની તમામ પાર્ટીઓ પોતાના સીએમ માટે દાવો કરી રહી છે તો બીજી તરફ મહા વિકાસ અઘાડીમાં પણ હાલત આવી જ કઈંક છે.

હાલની સ્થિતીએ મહાયુતિમાં એક તરફ બીજેપી સીએમ પદ માટે કોશિશ કરી રહી છે તો અજીત પવાર પણ વારંવાર દાવો ઠોકી રહ્યાં છે. આ તમામ વચ્ચે એકનાથ શિંદે પણ પોતાની ખુરસી બચાવવા પ્રયત્ન કરી રહ્યાં છે.

એક ઈન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સીએમ ચહેરા પર કહ્યું હતું કે અમારી ટીમ સાથે મળીને ચૂંટણી લડશે. પહેલા ચૂંટણી જીતવા માટે એક ટીમ તરીકે કામ કરીશું અને પછી જોઈશું કે કોણ બનશે સીએમ? આ દરમિયાન તેમણે પોતાના દાવાને પમ ન નકાર્યો.

બીજી તરફ એક ઈન્ટરવ્યૂમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહાગઠબંધનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ વિવાદ નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારના વડા છે અને અમે આ સરકારને સામે રાખીને ચૂંટણીમાં જઈ રહ્યા છીએ.

ચૂંટણી બાદ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, એનસીપી પ્રમુખ અજિત પવાર અને અમારું સંસદીય બોર્ડ આ અંગે નિર્ણય લેશે. આમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમામને સ્વીકાર્ય હશે.

અજિત પવાર મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે પરંતુ તેમની પાર્ટી ઘણી પાછળ છે. સૂત્રો અનુસાર, 288 બેઠકોમાંથી ભાજપ 150થી 160 બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહાગઠબંધનમાં શિવસેના 100થી વધુ અને NCP 60થી વધુ બેઠકોની માંગ કરી રહી છે. માનવામાં આવે છે કે શિવસેનાને 90થી 95 અને એનસીપીને 40થી 45 બેઠકો મળી શકે છે.

બીજી તરફ આવી જ બબાલ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીમાં છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ખુલ્લેઆમ મુખ્યમંત્રી પદનો દાવો કરી રહી છે. દશેરાએ રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે શિવાજી પાર્કમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તમારે આ જ મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. શિવસેના (UBT) એ તેના સહયોગી સહયોગી કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી NCP (SP)ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. અમે એક થઈને ચૂંટણી લડીશું. કોંગ્રેસ પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહી છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, મહાયુતિને તેનો મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવા દો, એમવીએ પણ તેનું પાલન કરશે. બીજી તરફ શરદ પવાર પણ મુખ્યમંત્રી પદને લઈને ચૂંટણી બાદ નિર્ણય લેવાની વાત કરતા રહ્યાં છે.

બંને ગઠબંધનના નેતાઓના નિવેદનો બાદ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પછી જીતની સ્થિતિમાં પક્ષો મુખ્યમંત્રી પદનો નિર્ણય સંખ્યાત્મક સંખ્યાબળના આધારે લેવાશે. જે પક્ષને સૌથી વધુ બેઠકો તે મુખ્યમંત્રી બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X