Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો પરિવર્તન મહાશક્તિ કેટલો તાકતવર? જાણો કોનો ખેલ બગાડશે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત થતા જ મોર્ચેબંધી શરૂ થઈ છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો મહારાષ્ટ્ર ચૂંટણીમાં ત્રીજો મોરચો જોવા મળી શકે છે.
રાજ્યના નાના પક્ષોએ મળીને એક મોરચો બનાવ્યો છે. આને પરિવર્તન મહાશક્તિ નામ આપવામાં આવ્યું છે. હાલમાં આ મોરચાનું અસ્તિત્વ ખાસ નથી પરંતુ તે અસ્તિત્વમાં આવે તો ઘણાનો ખેલ બગાડી શકે છે.

2019 માં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીએ વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ખેલ બગાડ્યો હતો તેવી જ રીતે પરિવર્તન મહાશક્તિ આ વખતે પણ ખેલ બગાડી શકે છે.
પરિવર્તન મહાશક્તિમાં કોલ્હાપુરના પૂર્વ રાજ્યસભા સાંસદ સંભાજીરાજે છત્રપતિ, સ્વાભિમાની શેતકરી સંગઠનના સ્થાપક રાજુ શેટ્ટી, પ્રહાર જનશક્તિ પાર્ટીના વડા બચ્ચુ કડુ, મહારાષ્ટ્ર રાષ્ટ્ર સમિતિના શંકર ધોંગડે અને સ્વતંત્ર ભારત પાર્ટીના વામનરાવ ચટપ સામેલ થઈ શકે છે. આ નેતાઓનું લક્ષ્ય ખેડૂતો, અસંગઠિત ક્ષેત્રના મજૂરો, મરાઠા સમુદાયના ગરીબ અને આદિવાસી મતદારો છે.
આ મોરચો હજુ નવો છે પરંતુ જાણકારોના મતે આના કારણે ચૂંટણીમાં વિપક્ષની મહા વિકાસ આઘાડીનો ખેલ બગડી શકે છે. જો ત્રીજો મોરચો મતોનો એક મોટો હિસ્સો મેળવવામાં સફળ થશે તો મહારાષ્ટ્રમાં મહાયુતિને ફાયદો થશે અને મહારાષ્ટ્રમાં હરિયાણા જેવું પરિણામ આવી શકે છે.
વિપક્ષી ગઠબંધન માટે પરિવર્તન મહાશક્તિ નવા ખતરા તરીકે ઉભરી શકે છે. નવા મોરચા અંગે રાજુ શેટ્ટીએ કહ્યું છે કે, જ્યારે સંભાજીરાજેને ગરીબ મરાઠાઓમાં સારો ટેકો છે ત્યારે અમારા શેતકરી સંગઠનને ખેડૂતોનો મોટો ટેકો છે. બચ્ચુ કડુને આદિવાસીઓ અને અસંગઠિત ક્ષેત્રનો ટેકો છે.
તેમણે કહ્યું કે, અમે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છીએ અને અમને મતદારોનો સારો ટેકો મળવાનો વિશ્વાસ છે. અમે હજુ સુધી કેટલી બેઠકો પર ચૂંટણી લડવી તે નક્કી નથી કર્યું, પરંતુ એ સ્પષ્ટ છે કે અમારા ઉમેદવારો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણીમાં મહાયુતિ અને MVA બંનેનો વોટ શેર લગભગ સમાન હતો. વિધાનસભાની ચૂંટણી બંને ગઠબંધનના મોટાભાગના ઉમેદવારો માટે વધુ કઠિન ટક્કર હશે.
ત્રીજો મોરચો હજુ પણ પોતાને સ્થાપિત કરી રહ્યો છે, જો તે એક ટકા વોટ શેર પણ લે તો તેની સીધી અસર આ મુખ્ય રાજ્યમાં MVAની સંભાવનાઓ પર પડશે તે નક્કી છે.












Click it and Unblock the Notifications
