Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં તુટવા જઈ રહ્યું છે મહા વિકાસ અઘાડી? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મહા વિકાસ અઘાડી માટે ઝટકો આપનારી સાબિત થઈ છે.
મહારાષ્ટ્રમાં ખરાબ હાર બાદ નવી સરકાર રચાય તે રહેલા જ વિપક્ષ મહા વિકાસ અઘાડીમાં ફુટ પડી હોવાના સંકેત મળી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ સામે મહા વિકાસ અઘાડીની ખરાબ હાર થઈ છે. રાજ્યમાં મહાયુતિએ 234 સીટો જીતી છે તો મહા વિકાસ અઘાડી 50 સીટો પર સમેટાઈ ગઈ છે.
પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના આગામી શહેરી અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એકલા લડવાના સંકેત આપ્યા છે. શરદ પવારની પાર્ટી પણ આ સ્થિતિ માટે તૈયાર છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે ઉપરાંત કોંગ્રેસ અને શરદ પવારની NCP મહા વિકાસ અઘાડીનો ભાગ છે. આ બંને પક્ષો વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કરતાં પાછળ રહી ગયા છે. આ બંને પક્ષોને અનુક્રમે માત્ર 16 અને 10 બેઠકો મળી છે. તેમાં કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ સૌથી ખરાબ રહ્યો છે.
અહેવાલો અનુસાર, શિવસેના (UBT) ના ટોચના નેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના પરાજિત ઉમેદવારો વચ્ચે યોજાયેલી બેઠકમાં એકલા ચાલવાની વાત પર ભાર મુકાયો છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (શરદચંદ્ર પવાર)ની પાર્ટીનું મહા વિકાસ અઘાડી ગઠબંધન પાંચ વર્ષ જૂનુ છે. 2019ની વિધાનસભા ચૂંટણી આ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
