Maharashtra Election 2024 : મહા વિકાસ અઘાડીએ સીટ શેરિંગની જાહેરાત કરી, જાણો કોંગ્રેસ કેટલી સીટો લડશે?

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિવાદોના અહેવાલ બાદ મહા વિકાસ અઘાડી વચ્ચે બધુ ઠીક છે અને પાર્ટીએ સીટ શેરિંગને લઈને જાહેરાત કરી દીધી છે.

સીટ શેરિંગને લઈને ગઠબંધન ટુટવા સુધીના અહેવાલો બાદ આખરે બધુ ઠીક છે અને મહા વિકાસ અઘાડીની ત્રણ મોટી પાર્ટી એનસીપી, કોગ્રેસ અને શિવસેનાએ સરખી સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

Maharashtra Assembly Election 2024

મહા વિકાસ અઘાડીની ચૂંટણીમાં ત્રણેય પક્ષોમાં સીટોને સમાન સંખ્યામાં વહેંચવામાં આવી છે. દરેક પક્ષે 85 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં અન્ય સહયોગીઓને 18 બેઠકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે અને શિવસેના (UTB) નેતા સંજય રાઉતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને મહા વિકાસ અઘાડીના સીટ શેરિંગની જાહેરાત કરી.

નાના પટોલેએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ, NCP (શરદ પવાર જૂથ) અને શિવસેના (UBT) 85 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની 18 બેઠકો પર અમે સમાજવાદી પાર્ટી જેવા સહયોગી પક્ષો સહિત અન્ય પક્ષો સાથે વાતચીત કરીને તેમને અપાશે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કુલ 288 સીટો છે અને તેમાંથી ત્રણેય પાર્ટીઓ 85-85 સીટો પર ચૂંટણી લડશે. કુલ 270 બેઠકોમાંથી 255 બેઠકોનો નિર્ણય લેવાયો છે અને હજુ 15 બેઠકો પર ચર્ચા ચાલી રહી છે.

સંજય રાઉતે કહ્યું કે, ગઠબંધનની અંદરની મોટાભાગની બેઠકો પસ સહમતિ છે. તેમણે કહ્યું કે બાકીની બેઠકો પર હાલમાં એમવીએના ત્રણ પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X