Maharashtra Election 2024 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? જાણો શું કહે છે સટ્ટા બજાર?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સતત અટકળો લાગી રહી છે.
એક તરફ પરિણામ પર તમામ લોકોની નજર છે તો બીજી તરફ સટ્ટા બજારમાં હલચલ છે. સટ્ટા બજારે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સંકેત આપ્યા છે.

મુંબઈ સટ્ટા બજાર પર વિશ્વાસ કરીએ તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર ફરીથી સત્તામાં આવી શકે છે. જો કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે.
મુંબઈ સટ્ટાબજાર અનુસાર, બીજેપીને 90થી 95 સીટો મળી શકે છે. આ સિવા. શિંદેની શિવસેનાને 35થી 40 સીટો મળી શકે છે. અજિત પવારની એનસીપીને પણ 10 થી 15 સીટો જીતી શકે છે.
બીજી તરફ રાજસ્થાનના ફેમસ ફલોદી સટ્ટા બજાર અનુસાર, મહાયુતિને લીડ મળી રહી છે. મહાયુતિ 144થી 152 બેઠકો સાથે સત્તામાં પરત ફરી શકે છે.
બીજી તરફ મહા વિકાસ અઘાડી ટક્કર આપતી જોવા મળી રહી છે. મુખ્યમંત્રીની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ છે.
જણાવી દઈએ કે, સટ્ટા બજાર સાથે સાથે મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમતિ મળવાના સંકેત મળ્યા છે. કેટલાક એક્ઝિટ પોલ અનુસાર કાંટાની ટક્કર જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
