Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં કોની સરકાર? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અધાડી અને મહાયુતિ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

એક તરફ બીજેપી અને સાથી પાર્ટીઓ સત્તા જાળવવા મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને શિવસેના ઉદ્ધવ ઠાકરે બદલો લેવા મેદાને ઉતરી છે.

Maharashtra Election 2024

ચૂંટણી પહેલા સામે આવી રહેલા સર્વેમાં ચૂંટણીના પરિણામોના સંકેત મળી રહ્યા છે. હાલમાં જ સામે આવેલા મૈટરાઈઝ સર્વેમાં ચૂંટણી કઈ તરફ આગળ વધી રહી છે તેના સંકેત જોવા મળ્યા છે.

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મેટરાઇઝ દ્વારા એક સર્વે કરાયો છે. આ સર્વેમાં મહારાષ્ટ્રની નવી સરકાર અને નવા મુખ્યમંત્રીને લઈને મોટો દાવો કરાયો છે.

મેટરાઇઝ સર્વે અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં વોટ શેર સંદર્ભમાં મહાયુતિ ગઠબંધન જીતી રહ્યું છે અને મહાવિકાસ અઘાડી પાછળ હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપ, શિંદે શિવસેના અને અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધનને 47 ટકા વોટ શેર મળી શકે છે, જ્યારે MVAને 41 ટકા વોટ શેર મળવાની ધારણા છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિદર્ભ, થાણે-કોંકણ, મરાઠવાડા અને ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્ર પ્રદેશોમાં વહેંચાયેલું છે. મેટરાઇઝ સર્વે અનુસાર, ભાજપની સ્થિતિ 2024ની વિધાનસભા ચૂંટણીમાં મજબૂત છે.

થાણે-કોંકણમાં રેકોર્ડ બ્રેક 52% વોટ શેર મળવાની સંભાવના છે. બીજી તરફ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપને 48%, વિદર્ભમાં 48% અને કોંગ્રેસની આગેવાની હેઠળના MVAને ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડા જેવા વિસ્તારોમાં 47% અને 44% વોટ શેર મળવાની ધારણા છે.

જણાવી દઈએ કે, આ સર્વે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 દરમિયાન 10 ઓક્ટોબરથી 9 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં સર્વે કરવામાં આવ્યો છે.

આમાં એક લાખ નવ હજાર 628 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સર્વેમાં 57 હજાર પુરૂષો, 28 હજાર મહિલાઓ અને 24 હજાર યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં લગભગ 48% લોકોએ કહ્યું કે શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેના ભાગલાને કારણે 2024ની લોકસભા ચૂંટણીમાં મહાયુતિનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X