Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં અજીત પવાર ફરી વખત મહાયુતિ માટે હારનું કારણ બનશે? જાણો શું કહ્યું?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજનીતિ ચરમ પર છે. અહીં મહા વિકાસ અઘાડી સામે મહાયુતિ નબળુ પડતું જોવા મળી રહ્યું છે.
એક તરફ મહેલાથી જ મહા વિકાસ અઘાડી મજબુત છે તો બીજી તરફ મહાયુતિ માટે અજીત પવાર ગળાની ફાંસ બની રહ્યાં છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ વખતે મહાયુતિ માટે અજીત પવાર હારનું કારણ બની શકે છે.

ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી મહાયુતિમાં સામેલ અજિત પવાર વિશે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા અજિત પવારને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકર ગણાવવામાં આવી રહ્યા છે અને બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તે મહાયુતિ માટે હારનું કારણ બનશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અજિત પવારે આ તમામ મુદ્દાઓ પર વાત કરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અજિત પવાર શું હશે તેનો જવાબ આપતા અજિત પવારે કહ્યું કે, મને કિંગમેકર કે સ્પૉઇલર બનવામાં રસ નથી. અમે જે સરકારી યોજનાઓ શરૂ કરી છે તેને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ફરીથી મહાયુતિની સરકાર બનાવવાનો છે. કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં ફરીથી મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે.
અજિત પવારે યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગે જેવા ઝેરી નિવેદનનો પણ વિરોધ કર્યો છે. અજિત પવારે કહ્યું કે, માત્ર મારા NCP નેતાઓ અને હું જ નહીં, પરંતુ પંકજા મુંડે અને પૂનમ મહાજન સહિતના અન્ય બીજેપી નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો છે.
અજીત પવારે કહ્યું કે, આ યુપી નથી. તે ઉત્તરમાં કામ કરી શકે છે, પરંતુ મહારાષ્ટ્રમાં નહીં. આપણે આંબેડકરના સિદ્ધાંતોનું પાલન કરવાનું છે.
જણાવી દઈએ કે, ભાજપના વિરોધ છતાં નવાબ મલિકને માનખુર્દ-શિવાજી નગર મતવિસ્તારમાંથી એનસીપીના ઉમેદવાર બનાવવા પર અજિત પવારે કહ્યું કે કોઈપણ વ્યક્તિ આરોપ લગાવી શકે છે, પરંતુ તેનાથી દાવાઓ સાચા નથી થતા.
જણાવી દઈએ કે, નવાબ મલિકને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવીને ભાજપે મહાયુતિની ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નવાબ મલિક જ્યાં સુધી કોર્ટમાં તેમની સામેના તમામ આરોપોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તે મહાગઠબંધનમાં સ્થાન ન મેળવી શકે.
બીજી તરફ ભાજપના વિરોધ છતાં અજિત પવારે નવાબ મલિકને માનખુર્દ શિવાજી નગરથી અને તેમની પુત્રી સના મલિક શેખને અનુશક્તિ નગર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નવાબ મલિક અણુંશક્તિ નગરના વર્તમાન ધારાસભ્ય છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
