For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામઃ પરલીથી ધનંજય મુંડે આગળ, જેમના પર લાગ્યો હતો ચારિત્ર હનનનો આરોપ

મહારાષ્ટ્રની પરલી વિધાનસભા સીટથી એનસીપીના ધનંજય પંડિતરાવ મુંડે આગળ ચાલી રહ્યા છે. તેમની સામે તેમની પિતરાઈ બહેન અને રાજ્યના મંત્રી પંકજા મુંડે ચૂંટણી લડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રની પરલી વિધાનસભા સીટથી એનસીપીના ધનંજય પંડિતરાવ મુંડે આગળ ચાલી રહ્યા છે. તેમની સામે તેમની પિતરાઈ બહેન અને રાજ્યના મંત્રી પંકજા મુંડે ચૂંટણી લડી રહ્યા છે જે પ્રારંભિક રુઝાનોમાં આગળ ચાલ્યા બાદ પાછળ જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતે ચૂંટણીમાં બંને ભાઈ-બહેન વચ્ચે ટક્કર એટલી વધી ગઈ હતી કે ધનંજય મુંડે પર પોતાની બહેન સામે જ અભદ્ર ટિપ્પણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

dhananjay

આ મામલે એનસીપી ઉમેદવાર સામે પોલિસે કેસ પણ ફાઈલ કર્યો હતો. બાદમાં એનસીપી ઉમેદવાર તરફથી પોલિસમાં એ ફરિયાદ કરવામાં આવી કે તેમના ભાષણને જાણીજોઈને તેમનુ ચારિત્ર હનન કરવા માટે તોડી મરોડીને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે તેમનુ જે ભાષણ બતાવવામાં આવી રહ્યુ છે તે નકલી છે અને તેમાં છેડછાડ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રની પરલી વિધાનસભા સીટ મુંડે પરિવારની પરંપરાગત સીટ માનવામાં આવે છે. 2014માં અહીં ભાજપના વરિષ્ઠ નેતા રહેલા ગોપીનાથ મુંડેની દીકરી પંકજા ચૂંટણી જીતી હતી. પહેલા ધનંજય પણ પોતાના કાકા સાથે રાજકારણમાં હતા પરંતુ 2013માં તેમણે કાકાનો સાથે છોડાને એનસીપીમાં જોડાઈ ગયા. આ સીટ પર વંજારી સમાજનો દબદબો માનવામાં આવે છે અને મુંડે પરિવાર આ પછાત જાતિમાંથી આવે છે.

આ પણ વાંચોઃ હરિયાણાઃ બહુમતના આંકડાથી દૂર રહેવાની આશંકા વચ્ચે ભાજપે બાદલ પરિવારને દુષ્યંત ચૌટાલાને મનાવવા કહ્યુઆ પણ વાંચોઃ હરિયાણાઃ બહુમતના આંકડાથી દૂર રહેવાની આશંકા વચ્ચે ભાજપે બાદલ પરિવારને દુષ્યંત ચૌટાલાને મનાવવા કહ્યુ

English summary
maharashtra election-results-2019-Dhananjay ahead in Parli, who alleged character abuses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X