મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપ મુખ્યાલયમાં ઉજવણીની તૈયારી, 5000 લાડવા મંગાવાયા
મહારાષ્ટ્ર અન હરિયાણા વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ ઘોષિત કરવામાં આવશે. ભાજપે પહેલેથી જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહારાષ્ટ્ર અન હરિયાણા વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ ઘોષિત કરવામાં આવશે. બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામ સામે છે. મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી રહી છે તો કોંગ્રેસ અહીં એનસીપી સાથે ગઠબંધનમાં છે. ચૂંટણીના પરિણામ ઘોષિત કરતા પહેલા જ ભારતીય જનતા પાર્ટી પોતાની જીત માટે સંપૂર્ણપણે આશ્વસ્ત છે. આ વાતનો અંદાજે એ વાતથી લગાવી શકાય છે કે પાર્ટીએ પહેલેથી જ 5000 લાડવાનો ઑર્ડર આપી દીધો છે. આ સાથે જ મોટી સંખ્યામાં ફૂલોની માળાનો પણ ઑર્ડર આપવામાં આવ્યો છે.

ઉજણીની તૈયારી
આ ઉપરાંત મુંબઈ સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં મોટી સંખ્યામાં સ્ક્રીન લગાવવામાં આવી છે જ્યાં કાર્યકર્તા અને સમર્થક ચૂંટણીના પરિણામો જોઈ શકે છે. વાસ્તવમાં જે રીતે તમામ એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યા છે ત્યારબાદ પાર્ટી પોતાની જીત માટે આશ્વસ્ત છે. તેને પોતાની જીતનો સંપૂર્ણ ભરોસો છે. તમામ એક્ઝીટ પોલના પરિણામો પર નજર નાખીએ તો તેમાં સ્પષ્ટ રીતે મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા સીટોમાંથી એકલા ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતથી ઘણા વધુ આંકડો મળતો જોવા મળી રહ્યો છે.

એક્ઝીટ પોલમાં પૂર્ણ બહુમત
ટીવી 9 મરાઠઈ અનુસાર ભાજપ-શિવસેનાને 197 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. સીએનએન ન્યૂઝ 19-IPSOS અનુસાર ભાજપ શિવસેનાને પ્રચંડ જીત મળતી જોવા મળી રહી છે. અન ગઠબંધનને 243 સીટો પર જીત મળી શકે છે. લગભગ બધી 11 એક્ઝીટ પોલ પર નજર નાખીએ તો ભાજપ શિવસેના ગઠબંધનને લગભગ 211 સાટો પર જીત મળતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ 211 સીટો પર જીત મેળવી હતી.

2014ના પરિણામો
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસે અલગ અલગ ચૂંટણી લડી હતી. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને 122 સીટો મળી હતી. વળી, શિવસેનાને આ ચૂંટણીમાં 63 સીટો મળી હતી. જો કોંગ્રેસની વાત કરીએ તો તેને માત્ર 42 સીટો મળી હતી. શરદ પવારની પાર્ટી એનસીપીને માત્ર 41 સીટો મળી હતી. બાકી 13 સીટો નાના પક્ષોના ખાતામાં ગઈ હતી. વળી, 7 અપક્ષ ધારાસભ્યો પણ ચૂંટાયા હતા. ચૂંટણી બાદ ભાજપે શિવસેનાના સહયોગથી સરકાર બનાવી હતી.












Click it and Unblock the Notifications
