For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ ધારાસભ્ય દળની બેઠક આજે, અમિત શાહે રદ કર્યો મહારાષ્ટ્રનો પ્રવાસ

શિવસેના તરફથી સતત તીખી નિવેદનબાજી ચાલુ છે જેનાથી નારાજ થઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતાનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને સીએમ પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલુ છે, શિવસેના તરફથી સતત તીખી નિવેદનબાજી ચાલુ છે જેનાથી નારાજ થઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતાનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરી દીધો છે. આજે તેમની મુંબઈમાં ભાજપ ધારાસભ્યો સાથે બેઠક થવાની હતી પરંતુ હવે તે આજની બેઠકમાં શામેલ નહિ થાય આની પુષ્ટિ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરી છે.

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં અમિત શાહ નહિ થાય શામેલ

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં અમિત શાહ નહિ થાય શામેલ

આ પહેલા શિવસેના અને ભાજપ વચ્ચે મંગળવારે સાંજે પહેલેથી નક્કી બેઠક પણ ન થઈ શકી. સરકારની રચના માટે બંને દળો વચ્ચે થનારી બેઠકને ઉદ્ધવ ઠાકરે તરફથી ફડણવીસના નિવેદન બાદ રદ કરવામાં આવી જેમાં તેમણે કહ્યુ છે કે શિવસેના સાથે અઢી-અઢી વર્ષ સીએમ પદ માટે ક્યારેય કોઈ ડીલ નહોતી થઈ.

ફડણવીસે કહ્યુ, અઢી-અઢી વર્ષ જેવી કોઈ ડીલ નથી

ફડણવીસે કહ્યુ, અઢી-અઢી વર્ષ જેવી કોઈ ડીલ નથી

શિવસેનાની અઢી વર્ષ માટે સીએમ પદની માંગ માટે મંગળવારે ફડણવીસે કહ્યુ છે કે ભાજપની શિવસેના સાથે આવી કોઈ ડીલ નથી. શિવસેનાનો દાવો છે કે આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા 50-50 ફોર્મ્યુલા હેઠળ બંને દળો સાથે અઢી-અઢી વર્ષ સુધી સીએમ પદ માટે ઠાકરે, ભાજપ અધ્યક્ષ અમિત શાહઅને ફડણવીસ વચ્ચે સંમતિ બની હતી. એવામાં અત્યારે તે ત્યારે જ ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપશે જ્યારે તેને લેખિતમાં અઢી વર્ષ બાદ સીએમ પદ આપવાની વાત ભાજપ કહેશે.

આ પણ વાંચોઃ દિવાળી પર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Picsઆ પણ વાંચોઃ દિવાળી પર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Pics

શિવસેના મુખ્યમંત્રી પદ માટે અડી છે

શિવસેના મુખ્યમંત્રી પદ માટે અડી છે

નરેન્દ્ર સિંહ તોમર
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્નાને મુંબઈમાં આજે આયોજિતથનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીએ કેન્દ્રીય પર્યવેક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર ચૂંટણીમાં ભાજપના 105 અને શિવસેનાના 56 ધારાસભ્ય જીત્યા છે. કોંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો પર જીત મળી છે. બહુમત માટે અહીં 145 સીટોની જરૂરિયાત છે. એવામાં સ્પષ્ટ છે કે કોઈ એક પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવ શકતી નથી. ભાજપ-શિવસેના મળીને ચૂંટણી લડી છે અને બંને દળોની સીટોના બહુમતના આંકડાથી વધુ છે પરંતુ પરિણામ આવ્યા બાદથી શિવસેના અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ માટે અડી છે પરંતુ ભાજપ આના માટે તૈયાર નથી.

English summary
BJP’s national president Amit Shah formally cancelled his visit to Mumbai scheduled for Today to attend his party’s legislature wing meeting called to elect its leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X