Maharashtra Elections 2024 : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનો મોટો દાવ, 50 ટકા અનામત ખતમ કરવાની વાત કરી
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવાર કિંગ મેકર બનીને ઉભરી રહ્યા છે. હવે તેમને 50 ટકા અનામતની લિમીટ હટાવવાની વાત કરીને ફરીથી આ સાબિત કર્યું છે.
હાલમાં જ શરદ પવારે 50 ટકા અનામતની લિમિટને હટાવવાની વકિલાત કરી છે. અહીં તેમણે મરાઠા અનામતની માંગને લઈને મોટો દાવ ખેલી દીધો. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે.

મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં માંગ વચ્ચે શરદ પવારે આ વાત કરીને ફરીથી મુદ્દાને છંછેડ્યો છે. તેમણે એક જ નિવેદનથી ઘણા તીર માર્યા છે.
અહીં તેમણે કોઈ અન્ય ક્વોટામાં મરાઠાઓને સામેલ કરવાની જગ્યાએ અલગ ક્વોટા બનાવવાની વાત કરી. આમ કરીને તેમણે ઓબીસી અને મરાઠા બન્નેને પોતાની તરફ આકર્ષી લીધા.
શરદ પવારે કહ્યું કે, મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિચાર સાચો છે, તેમને તેમાં કોઈ ખામી દેખાતી નથી પરંતુ મરાઠા આરક્ષણ માટે ઓબીસી સમુદાયને તકલીફ ન પડવી જોઈએ. મરાઠા સમુદાય માટે અલગ ક્વોટા હોવો જોઈએ.
તેમણે કહ્યું કે, અનામતની વર્તમાન 50 ટકા મર્યાદાને નાબૂદ કરવી જોઈએ. અનામત મર્યાદાનું પુનઃ મૂલ્યાંકન કરીને અનામત મર્યાદા વધારવી જોઈએ પરંતુ આ માટે કાયદામાં ફેરફારની જરૂર પડશે.
અહીં તેમણે ઓબીસી મતદારોને ખુશ કરવા સાથે સાથે મરાઠાઓને અનામત આપવાની વકિલાત કરીને મોટો દાવ ખેલ્યો છે. અહીં તેમણે એ સ્પષ્ટ કર્યુ કે તે મરાઠા અનામત માટે ઓબીસીમાં છેડછાડના પક્ષમાં નથી.
જણાવી દઈએ કે, વંચિત બહુજન અઘાડીના વડા અને આંબેડકર મહાસભાના સ્થાપક પ્રકાશ આંબેડકરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મરાઠાઓને ઓબોસી ક્વોટામાં આરક્ષણ નથી જોઈતું. પ્રકાશ આંબેડકરે પણ અનામતની મર્યાદા વધારીને 50 ટકા કરવાની હિમાયત કરી.
શરદ પવારનું આ નિવેદન કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વાતનું પણ સમર્થન છે. રાહુલ ગાંધી પણ અનામતની 50 ટકા મર્યાદાને દૂર કરવા અવાજ ઉઠાવી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
